Vadodara News: વડોદરાની SSG હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ વિભાગના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. મૃત્યુ પામેલા આધેડના મૃતદેહને પરિવારજનોને સોંપવાની જગ્યાએ અન્ય પરિવારને સોંપી દીધો. જે બાદ મૃતદેહ લઈને ગયેલા પરિવારે આધેડને પોતાના સ્વજન સમજીને અંતિમ વિધિ પણ કરી નાખી. આખી ઘટના સામે આવ્યા બાદ હોસ્પિટલમાં મોટો હોબાળો મચી ગયો હતો.
ADVERTISEMENT
74 વર્ષના વૃદ્ધને છાતીમાં દુખ્યા બાદ મોત
વિગતો મુજબ, વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા 74 વર્ષના નિત્યાનંદ ગુપ્તાને છાતીમાં દુઃખાવો થતા ગોત્રી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આથી પરિજનો દ્વારા વૃદ્ધને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. નિત્યાનંદના કેટલાક સ્વજનો આવવાના હોવાથી તેમના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા હતા.
અન્ય પરિવારને મૃતદેહ સોંપી દેવાયો
તો મકરપુરા વિસ્તારમાં રહેતા 54 વર્ષના પરિમલ ભટ્ટનું બાથરૂમમાં પડી જવાથી મોત થઈ ગયું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પરિમલભાઈનો પરિવાર અમદાવાદમાં રહેતો હતો. એવામાં પરિજનો હોસ્પિટલ આવીને મૃતદેહ મેળવીને ખાસવાજી સ્માશાનમાં અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા અને અસ્થિને અસ્થિ વિસર્જનની જવાબદારી પૂરી કરતા ટ્રસ્ટને સોંપી હતી.
પરિજનોનો હોસ્પિટલમાં હોબાળો
એવામાં આજે સવારે નિત્યાનંદનો પરિવાર સયાજી હોસ્પિટલ પહોંચ્યો હતો અને મૃતદેહ લેવા માટે પાવતી આપી હતી. જોકે કોલ્ડ સ્ટોરેજમાં તપાસ કરતા તેમનો મૃતદેહ અંદર નહોતો. જે બાદ પરિજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. પોસ્ટ મોર્ટમ વિભાગના અધિકારીઓ પણ ઘટનાને લઈને દોડી આવ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે, મકરપુરામાં મૃત્યુ પામેલા પરિમલ ભટ્ટના પરિવારજનોને નિત્યાનંદ ગુપ્તાનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો અને પરિવારે સાંજે તેમના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા. જે બાદ ગુપ્તા પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને વચ્ચેનો રસ્તો કાઢવા પરિવારને સમજાવવાનું શરૂ કર્યું હતું.
ADVERTISEMENT