Vadodara News: વડોદરા નજીક ટ્રેન ઉથલાવવાના મોટું ષડયંત્ર સામે આવ્યું છે. જેમાં ટ્રેનના ટ્રેક પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા મેટલ ફેન્સિંગ મૂકી દેવામાં આવી હતી. જોકે ઓખા-શાલીમાર અને અમદાવાદ-પુરી ટ્રેનને સિગ્નલ ન મળવાના કારણે મોટી દુર્ઘટના થતા ટળી હતી. હવે સમગ્ર મામલે પોલીસ અને રેલવે પોલીસ દ્વારા સંકલન કરીને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ટ્રેક પરથી મેટલ ફેન્સિંગ પોલ મળ્યો
વિગતો મુજબ, વડોદરા-સુરત રેલવે ટ્રેક પરના પિલ્લર વચ્ચે અસામાજિક તત્વો દ્વારા મેટલ ફેન્સિંગ પોલ મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના વરણા અને ઈંટોલા સ્ટેશન વચ્ચે બની હતી. જોકે ટ્રેનને રાત્રે પસાર થવા માટે સિગ્નલ ન મળતા ઘટના સામે આવી હતી. જેના કારણે મોટી જાનહાનિ થતા ટળી ગઈ હતી.
રેલવે અને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી
ત્યારે આ મામલાને ગંભીરતાથી લઈને વડોદરા ગ્રામ્ય પોલીસ મથકે સિનિયર સેક્શન એન્જિનિયર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આથી જિલ્લા પોલીસે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. તો LCB, SOG સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસની અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT