Arvind Kejriwal Gujarat Visit News: આવતીકાલે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી સાથે ગુજરાત આવતા કેજરીવાલ લોકસભાની ચૂંટણીની સમીક્ષા બેઠક કરશે. આ સાથે જ તેઓ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને પણ મળવા માટે પહોંચશે.
ADVERTISEMENT
શું હશે અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ?
ગુજરાત Takને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ, અરવિંદ કેજરીવાલ આવતીકાલે બપોરે વડોદરા એરપોર્ટ પર પહોંચશે. અહીંથી તેઓ 1 વાગ્યે નેત્રંગમાં જનસભાને સંબોધશે. આ બાદ સાંજે 7 વાગ્યે તેઓ પ્રદેશ આગેવાનો સાથે મુલાકાત કરીને લોકસભાની ચૂંટણીની સમીક્ષા બેઠક કરશે અને વડોદરામાં જ રાત્રિ રોકાણ કરશે. આ બાદ તેઓ સોમવારે 11 વાગ્યે રાજપીપળા જેલમાં ચૈતર વસાવાને મળવા માટે પહોંચશે. તેમની મુલાકાત માટે જેલ તંત્ર તરફથી પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આ બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે.
ADVERTISEMENT