Vadodara and Ahmedabad Rain: વડોદરામાં ગઈકાલે અતિ ભારે વરસાદ પડ્યો હતો. અનરાધાર વરસાદથી શહેર આખુ પાણી પાણી થઈ ગયું છે. 14 ઈંચ વરસાદ ખાબકતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. નદીની સપાટી 29.13 ફૂટે પહોંચી છે. જેને લઈને નદીમાં પુર આવતા શહેરમાં પાણી ઘૂસ્યા છે. તો બીજી તરફ નદીમાં રહેલા મગરો પણ શહેરમાં આવી રહ્યા છે. ભારે વરસાદથી વડોદરામાં આજે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી હતી. ત્યારે આવતીકાલે (26 જુલાઈ) પણ શાળા-કોલેજો બંધ રાખવામાં આવશે. જે અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા-કોલેજોને આદેશ આપ્યો છે.
ADVERTISEMENT
વડોદરામાં આવતીકાલે શાળા-કોલેજોમાં રજા
અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ
અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાની ઘમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે. SG હાઇવે, બોપલ, ગોતા, હાઇકોર્ડ, ગીતામંદિર, રાણીપ, નરોડા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અકબારનગર અંડરપાસ પાણી ભરવાને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. જો SG હાઇવે અને ગોતાની વાત કરવામાં આવે તો ઝીરો વિઝિબિલિટી છે.
આ પણ વાંચો: સાવધાન મુંબઈ! ભારેથી અતિભારે વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર
અમદાવાદ વરસાદી મોસમ જામ્યો
આ સિવાય વસ્ત્રાપુર, ગુરૂકુળ, સુભાષચોક, પકવાન ચાર રસ્તા, બોડકદેવ, રામપીરના ટેકરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી મોસમ જામ્યો છે.વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાહીબાગ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી?
હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, સુરત, નવસારી, વલાસડ, દાદરા તથા નગર હવેલી અને દમણમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
છેલ્લા 24 કલાકમાં કયા કેટલો વરસાદ?
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે જાણકારી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બોરસદમાં 14 ઈંચ વરસાદ વરસ્યો હતો.
ADVERTISEMENT