એ..એ..એ..ધડામ! વડોદરાની સ્કૂલમાં માંડ-માંડ બચ્યા વિદ્યાર્થીઓ, એકાએક પડી દિવાલ

Vadodara News: વડોદરાની શ્રી નારાયણ વિદ્યાલયમાં ગતરોજ એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સ્કૂલના એક વર્ગખંડની દિવાલ ધરાશાયી થતાં 6 વિદ્યાર્થીઓ પટકાયા હતા, જેમાંથી 1 વિદ્યાર્થીને માથામાં ઈજા થઈ હતી.

Vadodara News

વડોદરા ન્યૂઝ

follow google news

Vadodara News: વડોદરાની શ્રી નારાયણ વિદ્યાલયમાં ગતરોજ એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સ્કૂલના એક વર્ગખંડની દિવાલ ધરાશાયી થતાં 6 વિદ્યાર્થીઓ પટકાયા હતા, જેમાંથી 1 વિદ્યાર્થીને માથામાં ઈજા થઈ હતી. આ ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને તમે પણ હચમચી જશો. 

અચાનક ક્લાસરૂમની દીવાલ ધરાશાયી થઈ 

વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી શ્રી નારાયણ સ્કૂલમાં ગઈકાલે રિસેશના સમયે એક દુર્ઘટના સર્જાઈ હતી. બાળકો વર્ગખંડમાં બેસીને નાસ્તો કરી રહ્યા હતા, આ દરમિયાન એક વર્ગખંડની લોબી બાજુની દિવાલ ધરાશાયી થઈ હતી. જેથી 6 જેટલા વિદ્યાર્થી નીચે પટકાયા હતા. 

ફાયરની ટીમ દોડી આવી

આ અંગેની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ કાટમાળમાં 5-7 જેટલી સાયકલો દબાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ધોરણ-7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને માથામાં ઈજા થતાં ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યું છે. 

પોલીસે હાથ ધરી તપાસ

આ ઘટનામાં કપૂરાઈ પોલીસે હાલમાં ઈજાગ્રસ્ત બાળકના પિતાની જાણવાજોગ ફરિયાદ લીધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા

    follow whatsapp