સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતના અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં 2 મહિલાઓને મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે બે યુવકો બે મહિલાઓને ઢોર માર મારી રહ્યા છે. ઈજાગ્રસ્ત થયેલી બંને મહિલાઓને સારવાર માટે હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી છે. તો હુમલા પાછળનું કારણ હવે ગુજરાત Takને જાળવા મળ્યું છે. જે મુજબ મહિલાઓ હત્યાના ગુનામાં સાક્ષી બનેલા યુવકોને સમાધાન કરી લેવા માટે ધમકાવવા ગઈ હતી. જે બાદ બંને યુવકોએ તેમના લોખંડના સળિયાથી પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં બંને પક્ષોએ સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
સુરતના અલથાણ વિસ્તારનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ગૃહમંત્રીના મતવિસ્તારમાં જ યુવકોનો મહિલા પર હુમલો થતા અનેક સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારે પોલીસે આ મામલે એક્ટિવ થઈ હતી અને હુમલો કરનારા યુવકોને પકડી લીધા હતા. જે બાદ હુમલો કરવા પાછળનું અલગ જ કારણ સામે આવી રહ્યું છે. જે મુજબ મહિલાઓ હત્યા કેસમાં સાક્ષીઓને સમાધાન માટે ધમકાવવા ગઈ હતી. દરમિયાન ગુસ્સે થયેલા યુવકોએ તેમને લાકડીથી માર માર્યો હતો.
વીડિયો અંગે સુરત પોલીસ કમિશનર અજય તોમરે Gujarat Tak સાથે વાત કરતા જણાવ્યું હતું કે, એક જૂના મર્ડર કેસમાં પ્રવીણ મારવાડી અને ચિંતન મિશ્રાના મર્ડરમાં મહિલાના પરિવારનો સદસ્ય આરોપી છે, મહિલાઓ યુવકોને ધમકાવવા ગઈ હતી અને સમાધાન કરવા દબાણ કરી રહી હતી. યુવકોએ સમાધાનની ના પાડતા તેમણે ગેરવર્તણૂક કરી. એટલે ગુસ્સામાં યુવકોએ માર માર્યો. હાલમાં મહિલાઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને માર મારનારા યુવકોની ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT