Surat News: સુરતના અડાજણ વિસ્તારમાં દુકાન બંધ કરીને ઘરે જતા હોલસેલના વેપારી પર જીવલેણ હુમલો કરીને લાખોની લૂંટની ઘટના સામે આવી છે. મોડી રાત્રે બનેલી ઘટના બાદ અડાજણ પોલીસ, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમ દોડતી થઈ હતી અને તપાસ શરૂ કરી હતી. તો ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
હોલસેલના વેપારી પર જીવલેણ હુમલો
વિગતો મુજબ, પાલનપુર પાટીયા પાસે પાન અને કોલ્ડ્રિંક્સની હોલસેલની દુકાન ધરાવતો વેપારી રાત્રે 11થી 12 વચ્ચે દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે બાઈક પર 3 જેટલા શખ્સો આવ્યા અને વેપારીને ઘેરીને હથિયાર વડે હુમલો કરી નાખ્યો અને વેપારીને ઈજાગ્રસ્ત કરીને તેની પાસે 8 લાખ રૂપિયા ભરેલો થેલો ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. જે બાદ વેપારીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી
લૂંટની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ અડાજણ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. હાલમાં તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓન પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ADVERTISEMENT