સંજયસિંહ રાઠોડ.સુરતઃ ગુજરાતમાં સુરત એક એવું શહેર છે જ્યાં ડુમ્મસ બીચ પર ખાસ ટામેટા ભજીયા તૈયાર કરવામાં આવે છે અને વેચવામાં આવે છે. દેશમાં જે રીતે ટામેટાંના ભાવ વધ્યા છે તે પ્રમાણે ભજીયાના ભાવ પણ વધ્યા છે. ટામેટાંના ભજીયા જે સામાન્ય દિવસોમાં ₹400 પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા તે હવે ₹500 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.ટામેટાની સાથે-સાથે ટામેટાના ભજીયાનો સ્વાદ ચાખવો પણ સામાન્ય લોકો માટે મુશ્કિલ બની ગયો છે. હવે માત્ર શ્રીમંત લોકો જ ટામેટાંના ભજીયા ખાઈ શકશે. ટામેટા ભજીયાનો સ્વાદ એવો છે કે લોકો માત્ર સુરતથી જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ તેને ખાવા માટે આવે છે.
ADVERTISEMENT
ટામેટાના ભજીયા બનાવવાની કલા પણ અલગ છે. ટામેટાના મશીન દ્વારા કટકા કરવામાં આવે છે ત્યાર બાદ એના ઉપર ગ્રીન ચટણી લગાવામાં આવે છે. પછી બેશનમાં ડુબાડી તળવામાં આવે છે.
રાજા ભાઈ પટેલ (ટામેટાના ભજીયા બનાવવા વાળા સુરત)
તરૂણા પટેલ (નવસારીથી સુરત ટામેટાના ભજીયા ખાવા આવવા વાળા)
વકુલ પટેલ (નવસારીથી સુરત ટામેટાના ભજીયા ખાવા આવવા વાળા)
ADVERTISEMENT