Surat News: સુરતમાં સચિન GIDCમાં આવેલી ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. GIDCમાં આવેલી એથર કંપનીમાં આવેલી સ્ટેરોજ ટેંકમાં આગ લાગતા મોટો બ્લાસ્ટ થયો હતો. જેમં પ્રાથમિક વિગતો મુજબ 20થી વધુ કારીગરો દાઝી ગયા હતા. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
કેમિકલ કંપનીની ટેંકમાં આગ સાથે બ્લાસ્ટ
સુરતમાં સચિન GIDCમાં રોડ નંબર 8 એથર કેમિકલ કંપનીમાં રાત્રે 2 વાગ્યે સ્ટોરેજ ટેંકમાં રાખેલા કેમિકલમાં વિસ્ફોટ સાથે ભીષણ આગ લાગી હતી. ફાયરનો મેજર કોલ જાહેર થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ફાયરની એક ડઝન જેટલી ગાડીઓ આગ બુજાવવામાં લાગી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે આગમાં 20 જેટલા કામદારો દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં 3 કામદારોની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે.
ADVERTISEMENT