સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતના ઉધના વિસ્તારમાં ટ્રાફિકના નિયમનને લઈને જ્યારે ગુજરાત તકની ટીમ દ્વારા સ્વ તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. સવાલના 11 વાગ્યાના સમયમાં પણ ટ્રાફિકના નિમયનનું કામ કરી રહેલા ના તો ટ્રાફિક જવાનો જોવા મળ્યા હતા પણ જોવા મળ્યા ન્હોતા કે ટ્રાફિકના નિયમન માટેના ટીઆરબી જવાનો પણ સ્થળ પરથી ગાયબ જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
ભારે વરસાદને કારણે રાજ્યમાં 275 માર્ગો બંધ, જનજીવન થયું પ્રભાવિત
ટ્રાફિકના નિયમનોને લઈને ભડક્યા ટીઆરબી જવાન
ઉલ્લેખનીય છે કે હાલમાં જ અમદાવાદમાં થયેલા ગોજારા અકસ્માત બાદ ટ્રાફિકના નિયમોના પાલનને લઈને લોકોમાં પણ માગ ઉઠી રહી છે. જોકે ટ્રાફિકના નિયમોના પાલન કરાવનારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ રસ્તાઓ પરથી ગાયબ જોવા મળી રહ્યા છે. તેમની મદદ માટે રાખવામાં આવેલા ટીઆરબી જવાનો પણ ગુમ જોવા મળી રહ્યા છે. જ્યારે મીડિયા દ્વારા સતત સવાલો કરવામાં આવ્યા ત્યારે વરસાદથી લઈ અન્ય બહાનાઓ કાઢવામાં આવી રહ્યા હતા. સુરતમાં ટ્રાફિકના નિયમનની કેવી હાલત છે તેને લઈને આ અમારો ખાસ રિપોર્ટ ચાલી રહ્યો હતો ત્યારે જ ટીઆરબી જવાન સત્ય સામે આવતા મીડિયા પર ભડકતા પણ જોવા મળ્યા હતા. શક્ય છે કે ટીઆરબી જવાન હોવાની સાથે સાથે તે માણસ પણ છે, તેને બે ઘડી જમવા કે ચા પીવા જેટલો સમય તો મળવો જ જોઈએ પરંતુ શું તે સમય દરમિયાન અન્ય કોઈ વૈકલ્પીક જવાન અહીં રાખી કામગીરીને ચાલુ ના રાખી શકાય? તે સહિતના સવાલો સાથે આગામી સમયમાં બેફામ વાહન હંકારતા, નિયમો તોડતા નબીરાઓથી પોતાના સંતાનોને કેમ બચાવવા તેને લઈને વિચારવાનો સમય પાકી ગયો છે.
ADVERTISEMENT