- સુરત પોલીસે નકલી પ્રમાણપત્ર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું
- ધો.12 સુધી ભણેલો આરોપી બિહારથી 10 જેટલી વેબસાઈટ ચલાવતો હતો.
- લોકો પાસેથી 10-20 રૂપિયા લઈને કોઈપણ નકલી દસ્તાવેજ બનાવી આપતો.
Surat Crime News: સુરત પોલીસે એક મોટો ખુલાસો કર્યો છે. સુરત પોલીસે જન્મ પ્રમાણપત્ર, મૃત્યુ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, વોટિંગ કાર્ડ અને પાન કાર્ડ બનાવનાર બિહારના રહેવાસી શિન્ટુ યાદવ નામના આરોપીની ધરપકડ કરી છે. શિન્ટુ યાદવ વિવિધ પ્રમાણપત્રો અને અન્ય દસ્તાવેજો તૈયાર કરીને દેશના વિવિધ ભાગોમાં લોકોને માત્ર ₹10 ચાર્જ કરીને વેબસાઇટ દ્વારા આપતો હતો. સુરત પોલીસે ખુલાસો કર્યો છે કે સિન્ટુ યાદવે અત્યાર સુધીમાં 80 હજાર જન્મ પ્રમાણપત્ર, 4000 આધાર કાર્ડ, 1500 પાન કાર્ડ, 800 વોટર કાર્ડ અને 2000 મૃત્યુ પ્રમાણપત્ર લોકોને આપ્યા છે.
ADVERTISEMENT
પોલીસને નકલી બર્થ સર્ટિફિકેટ મળતા મામલો સામે આવ્યો
સુરત પોલીસની કસ્ટડીમાં રહેલો સિન્ટુ સુરેશ યાદવ બિહારના જમુઈ ઝાઝાનો રહેવાસી છે. સુરત પોલીસના ઈકો સેલના ACP વિરજીતસિંહ પરમારને fastportal.online નામની વેબસાઈટ મારફતે સિન્ટુ યાદવ બનાવટી પ્રમાણપત્રો અને અન્ય દસ્તાવેજો બનાવતો હોવાની બાતમી મળી હતી. સુરત પોલીસને સુરતના રહેવાસી ચૌહાણ સુરેશ કેશા જીના નામનું બનાવટી જન્મ પ્રમાણપત્ર મળી આવ્યું હતું. પોલીસે આ બાબતે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓને જાણ કરી હતી કે જન્મ પ્રમાણપત્ર 11.07.2023 ના રોજ નોંધવામાં આવ્યું હતું, ત્યારબાદ 8.12.2023 ના રોજ જન્મ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
બિહારથી વેબસાઈટ દ્વારા બનાવાયું સર્ટિફિકેટ
પોલીસને મળેલી માહિતીના આધારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ તપાસ શરૂ કરતાં જન્મનું પ્રમાણપત્ર બનાવટી હોવાનું સાબિત થયું હતું. જે બાદ મહાનગર પાલિકાના અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી. બિહારનો રહેવાસી શિન્ટુ યાદવ Fastportal.online, fastportal.com.in, https://crsorgi.goov.com.in અને sintuhost.online વેબસાઈટનું સંચાલન કરતો હતો.
માત્ર 10-20 રૂપિયામાં કોઈપણ પ્રમાણપત્ર બનાવી આપતો
સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, બિહારનો રહેવાસી સિન્ટુ યાદવ સુરત શહેર, દેશના વિવિધ ભાગો, નગરપાલિકા, મહાનગરપાલિકા અને કેન્દ્ર ગ્રામ પંચાયત કચેરીના નામે નકલી જન્મ પ્રમાણપત્ર અને મૃત્યુ પ્રમાણપત્ર બનાવીને અલગ-અલગ વેબસાઈટના માધ્યમથી પહોંચાડે છે. તે માત્ર દસ-વીસ રૂપિયા વસૂલીને આપતો હતો. જેણે પણ સિન્ટુ યાદવનો તેની વેબસાઈટ દ્વારા સંપર્ક કર્યો, તે વેબસાઈટ દ્વારા તેમને જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર તેમજ આધાર કાર્ડ, પાન કાર્ડ અને વોટિંગ કાર્ડ આપતો હતો.
80 હજારથી વધુ બર્થ સર્ટિફિકેટ બનાવ્યા છે આરોપીએ
આરોપી શિન્ટુ યાદવ દસ વેબસાઈટ ચલાવતો હતો અને અત્યાર સુધીમાં તેણે 80 હજાર જન્મ પ્રમાણપત્ર, 4 હજાર આધાર કાર્ડ, 1500 પાન કાર્ડ અને 2 હજાર મૃત્યુ પ્રમાણપત્ર જારી કર્યા છે. પોલીસને તેના 8 બેંક ખાતાની જાણકારી મળી છે જેમાં 2.31 લાખ રૂપિયાની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી છે. શિન્ટુ યાદવે AHK વેબ સોલ્યુશનના સોર્સ કોડનો ઉપયોગ કરીને પોતાની વેબસાઈટ બનાવી છે અને તેણે 12મી સુધી અભ્યાસ કર્યો છે.
પોલીસને આરોપી પાસેથી 13 ક્રેડિટ કાર્ડ મળ્યા
સરકારી કામમાં પુરાવા તરીકે નકલી પ્રમાણપત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. પોલીસે આરોપી સિન્ટુ યાદવ પાસેથી એક લેપટોપ, બે મોબાઈલ, 13 ક્રેડિટ કાર્ડ, એક બાયોમેટ્રિક મશીન, એક પ્રિન્ટર, 5 ગૂગલ પે સ્કેનર, એક ખાલી જન્મ પ્રમાણપત્ર અને બે પાસબુક પણ જપ્ત કરી છે.
(સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT