સુરતઃ પત્રિકાકાંડમાં ક્રાઈમ બ્રાચે ત્રણ આરોપીઓને ઝડપ્યા

સુરતઃ ગુજરાત ભાજપના નેતાઓ સામેની પત્રિકા વાયરલ કરવાના કાંડમાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ સામે કડક પગલા લીધા છે. આ ઘટના મામલે ધારાસભ્ય સંદીપ દેસાઈ…

gujarattak
follow google news

સુરતઃ ગુજરાત ભાજપના નેતાઓ સામેની પત્રિકા વાયરલ કરવાના કાંડમાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ સામે કડક પગલા લીધા છે. આ ઘટના મામલે ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા દીપુ યાદવ, ખુમાન પટેલ અને રાકેશ સોલંકી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તે ફરિયાદને લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે.

શું છે મામલો જાણીએ ટુંકમાં

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી પત્રિકાકાંડને લઈને રાજકીય ચકચાર મચી છે. આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. જેમાં ભાજપ પરના ગંભીર આરોપી સાથેના વીડિયો પછી પત્રિકાઓને લઈને કેટલીક બાબતો સામે આવી રહી છે. સમગ્ર મામલે ભાજપ ધારાસભ્ય સંદિપ દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે ક્રાઈમ બ્રાન્ચે ત્રણ વ્યક્તિને અટકાયતમાં લીધા છે.

જૂનાગઢઃ એકલી રહેતી મહિલાની હત્યા કરી પાણીની ટાંકીમાં નાખી દીધી, લૂંટ વીથ મર્ડરની આશંકા

મામલો કાંઈક એવો છે કે, વિધાનસભા ચૂંટણી વખતે પ્રચાર માટે ચૂંટણી ફંડનું ઉઘરાણું કરવામાં આવ્યું હતું પણ તે ઉઘરાણું પાર્ટીમાં જમા ના થયાના ગંભીર આરોપો લગાવાયા છે. અગાઉ સુરતના ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદિપ દેસાઈએ પોલીસને કમ્પલેઈન કરી છે.

    follow whatsapp