સંજયસિંહ રાઠોડ.સુરતઃ ગૌચરની જમીન જેટકો કંપનીને ફાળવી દેવાની તજવીજથી સુરતના ઓલપાડ વિસ્તારમાં આવેલા પરિયા ગામના લોકો લાલઘૂમ થયા છે. ગૌચરની જમીનને ફાળવવાની તૈયારીઓ સરકાર દ્વારા કરી દેવાઈ છે. આ મામલામાં ઉગ્ર વિરોધ નોંધાવવાની પણ તૈયારીઓ ગામના લોકોએ દર્શાવી છે. હાલમાં આ મામલે ગામના લોકો અને ખેડૂતો દ્વારા સુરતના જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ગૌચરની જમીનની માપણી પણ શરૂ થઈ ગઈ
સુરતના ઓલપાડ તાલુકાના પરિયા ગામની ગૌચરની જમીન જેટકો કંપનીને ફાળવવાની તૈયારી સરકારે કરી છે. પરિયા ગામની ગૌચરની જમીનની માપણીની શરૂઆત થતા ગ્રામજનો અને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે ગ્રામ સભામાં પણ વિરોધ સાથે ઠરાવ કરાયો છે. આજે ગ્રામજનોએ કાંગ્રેસ નેતા દર્શન નાયકની આગેવાનીમાં સુરતના જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. દર્શન નાયકે જણાવ્યું હતું કે, જો ગૌચરની જમીન જેટકોને ફાળવવામાં આવશે તો ગામના લોકોને આંદોલન કરવાની ફરજ પડશે.
ADVERTISEMENT