Surat News: સુરતમાં ભાઈબીજના દિવસે જ કરુણ દુર્ઘટના બની હતી. શહેરના સચિન વિસ્તારમાં ગેસ લિકેજ થતા આગ લાગી હતી. દૂધ ગરમ કરતા સમયે બનેલી દુર્ઘટનામાં 3 બાળકો સહિત પતિ અને પત્ની ગંભીર રીતે દાઝી ગયા હતા. હાલ તો તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
બાળક માટે દૂધ ગરમ કરતા ઘરમાં આગ લાગી
વિગતો મુજબ, સુરતના સચિન વિસ્તારમાં આવેલા સુડાના આવાસ યોજનાના ફ્લેટમાં મોડી રાત્રે ગેસ લિકેજની ઘટના બની હતી. મોડી રાત્રે પરિવારનું બાળક રડતું હતું, એવામાં દૂધ પીવડાવવા માટે માતા જાગી હતી અને અઢીથી 3 વાગ્યાની વચ્ચે તેમણે લાઈટરથી ગેસ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમયે ગેસ લિકેજ થયો હોવાથી સમગ્ર રૂમમાં આગ લાગી ગઈ હતી.
પતિ અને પત્નીની હાલત ગંભીર
આ દુર્ઘટનામાં ઘરમાં રહેતા પતિ-પત્ની અને 3 બાળકો ગંભીર રીતે દાજી ગયા હતા. તમામને સારવાર માટે 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગની આ ઘટનામાં પતિ અને પત્નીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT