Surat News: સુરત શહેરમાં લૂંટારુઓ આતંક મચાવી રહ્યા છે. સુરત શહેરના બે અલગ-અલગ વિસ્તારમાં 24 કલાકમાં લૂંટારુઓએ લૂંટને અંજામ આપ્યો હતો. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં લૂંટારુઓએ તમાકુના વેપારીને માર મારી તેની પાસેથી રૂ.8 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે સુરત શહેરના ઉધના વિસ્તારમાં આંગડિયાની ઓફિસમાં બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બંને ઘટનાઓ સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે.
ADVERTISEMENT
Surat માં બે દિવસમાં બની આ ઘટનાઓ
મંગળવારે રાત્રે અડાજણ વિસ્તારમાં તમાકુના વેપારી પોતાની દુકાન બંધ કરીને બાઇક પર ઘર તરફ જઇ રહ્યા હતા, તે જ સમયે મોપેડ પર આવેલા ત્રણ લૂંટારુઓએ તેમને માર મારવાનું શરૂ કર્યું અને તેમની પાસેથી રૂ.8 લાખની રોકડ લૂંટી લીધી. લૂંટ કર્યા બાદ ભાગી ગયો હતો. તમાકુના વેપારી સાથે મારપીટ અને લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
Ambaji Bhadarvi Poonam Update: અંબાજીમાં મેળા અગાઉ દબાણ હટાવવાની કામગીરી, મહિલા રડી પડી
તેવી જ રીતે બુધવારે બપોરે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સિલિકોન શોપર્સમાં આવેલી એક આંગડિયાની ઓફિસમાં બે લૂંટારુઓ પિસ્તોલ લઈને લૂંટના ઈરાદે ઘૂસ્યા હતા. જ્યારે આંગડિયા પેઢીમાં હાજર કર્મચારીઓએ એલાર્મ વગાડવાનું શરૂ કર્યું ત્યારે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા જેના કારણે લૂંટારુઓ લૂંટ કરી શક્યા ન હતા અને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. દરમિયાન લોકોએ એક લૂંટારૂને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. સુરત શહેરમાં 24 કલાકમાં એક લૂંટ અને બીજી લૂંટના પ્રયાસે સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.
ADVERTISEMENT