સુરત: સુરતમાં તાજેતરમાં જ BRTS ટ્રેકમાં પૂરપાટ ઝડપે કાર હંકારતા ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ વરાછાના ધારાસભ્ય કુમાર કનાણીએ ટ્રાફિક પોલીસની કામગીરી રાત્રે પણ જરૂરી હોવાનું સૂચન કર્યું હતું. ત્યારે ફરી એકવાર કુમાર કાનાણી ચર્ચામાં છે. હકીકતમાં કુમાર કાનાણીનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં તેઓ ફરજ પરનો ટ્રાફિક જવાન ફોનમાં વ્યસ્ત હોવાથી તેને ઠપકો આપતા જોવા મળી રહ્યા છે. જોકે વીડિયોમાં ખુદ કુમાર કાનાણી પણ હેલ્મેટ વિના જ જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
વરાછા રોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને MLA કુમાર કાનાણી ઘણીવાર પોલીસ કમિશનર અને ટ્રાફિક વિભાગને ફરિયાદ કરતા રહે છે. તાજેતરમાં તેઓ પોતાના ટુ-વ્હીલર પર પોતાના મીની બજાર તરફ પત્ની સાથે નીકળ્યા હતા. ત્યારે તેમણે જોયું કે આસપાસમાં કોઈ ટ્રાફિક જવાન નહોતો. તેમની નજર ખૂણામાં પડી તો બે TRB જવાન ગાડી પર બેસીને મોબાઈલમાં વ્યસ્ત હતા. આતી તેમણે લોકોની સામે જ TRB જવાનનો ઉધડો લીધો હતો.
કુમાર કાનાણીએ TRB જવાનનો બોલાવ્યો છતા પણ તે ઊભો થયો નહોતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, આ બાદ ધારાસભ્યએ તેને બોલાવતા TRB જવાને સામે જવાબ આપ્યો હતો. આથી કુમાર કાનાણી અકળાયા હતા અને કહ્યું, તું તારું સીધું સીધું કામ કર નહીં તો ઝાપટ મારીશ. સામે TRB જવાન બોલે છે, કાકા મારવાની વાત નહીં કરવાની. ત્યારે લોકો પણ એકત્રિત થઈ જાય છે અને TRB જવાન ખૂણામાં બેસીને પોતાની ફરજ ન બજાવતો હોવાનું કહીને ધારાસભ્યનું સમર્થન કરે છે. હાલમાં આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)
ADVERTISEMENT