Surat News: સુરતમાં આર્થિક સંકડામણમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. ચાર દિવસ પહેલા જ સુરતના પાલનપુર પાટીયા પાસે એક એપાર્ટમેન્ટમાં પરિવારના 7 સદસ્યોની લાશ મળી આવી હતી. હવે સુરતમાં આર્થિક તંગીના કારણે એક પિતાએ દીકરાના લગ્નના 15 દિવસ પહેલા જ આપઘાત કરી લીધો છે. એક બાજુ પરિવારમાં લગ્નની તૈયારીઓ થઈ રહી હતી, ત્યાં બીજી તરફ પરિવારના મોભીનું જ મોત થઈ જતા શોકનો માહોલ છવાઈ ગયો છે.
ADVERTISEMENT
દીકરીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતો પરિવાર
વિગતો મુજબ, મહારાષ્ટ્ર મૂળને અનીશ શેખ નામનો યુવક ઉમરવાડાના ગાંધીનગરમાં પરિવાર સાથે રહેતો હતો. અનીશ કેટરર્સનું કામ કરતો. મોટી દીકરીના લગ્ન 15 દિવસ બાદ હતા, એવામાં પરિવાર લગ્નની તૈયારી કરી રહ્યો હતો. લગ્ન માટે પૈસાની જરૂર હોવાથી અનીશે પરિવાર પાસે રૂપિયા લઈને તૈયારી શરૂ કરી હતી. જોકે વધુ પૈસાની જરૂર પડતા તેણે પૈસા માગ્યા હતા. પરંતુ પરિવારજનોએ પૈસા આપવાની ના પાડી દેતા હતાશામાં આવી ગયો હતો.
પૈસાની વ્યવસ્થા ન થતા ચિંતામાં આપઘાત
દીકરીના લગ્ન માટે પૈસાની જરૂરિયાત હતી, પરંતુ વ્યવસ્થા ક્યાંથી થશે તેની જ ચિંતામાં અનીશે રાત્રે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા જ પરિજનો તેમને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. દીકરાના લગ્નની ખુશીઓ વચ્ચે એકાએક પિતાના મોતની ખબરથી પરિવાર ભાંગી પડ્યો હતો. પોલીસે આ મામલે આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT