Surat News: સુરતના ડિંડોલી વિસ્તારમાં યુવતી સાથે હોટલમાં પહોંચલા યુવકનું રહસ્યમયી રીતે મોત નિપજ્યું છે. 28 વર્ષના યુવકના મોતની ઘટના સામે આવતા જ ડિંડોલી પોલીસ દોડતી થઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં હોટલમાં જમ્યા બાદ યુવકની શ્વાસનળીમાં ખોરાક ફસાઈ જવાના કારણે તેનું મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: Parshottam Rupala Statement : 'સમાધાન જ કરવા હોય...તો બાંયો ચડાવીને ફરાય જ નહીં', પદ્મિનીબા કોના પર બગડ્યા?
યુવતી સાથે હોટલમાં ગયો હતો યુવક
વિગતો મુજબ, સુરતના ભેસ્તામાં રહેતો 28 વર્ષનો તારિક અનવર સાદિક મજૂરીકામ કરીને ગુજરાન ચલાવતો હતો. ગુરુવારે સાંજે તારિક 26 વર્ષની યુવતી સાથે ડિંડોલી વિસ્તારમાં આવેલી જેક સ્પેરો હોટલમાં ગયો હતો. બંનેને રૂમ નં. 409 આપવામાં આવ્યો હતો. જેમાં તારિકે જમવાનું મગાવ્યું હતું. જોકે જમ્યા બાદ અચાનક તે બેડ પર ઢળી પડ્યો હતો. આથી યુવતીએ હોટલના સ્ટાફને જાણ કરી હતી અને 108ને પણ જાણ કરાઈ હતી. જોકે 108ની ટીમે તપાસ કરતા યુવક મૃત હતો.
આ પણ વાંચો: હવે પાટીદાર સમાજ ભાજપથી નારાજ, પાટણમાં BJP ઉમેદવારને હરાવવા પ્રતિજ્ઞા લીધી, Video વાઈરલ
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું શું કારણ આવ્યું?
યુવકના મોતની ડીંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ હોટલ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ડિંડોલી પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં સામે આવ્યું હતું કે હોટલમાં જમ્યા બાદ યુવકની શ્વાસ નળીમાં ભોજન ફસાઈ જવાના કારણે તેનું મોત થયું હતું. પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT