Surat Crime News: સુરતના વરાછામાં સંબંધીના ત્યાં રાકાયેલી પ્રેમિકાને મળવા જતા રત્નકલાકાર યુવકને ઢોર માર મારતા મોત નિપજ્યું હતું. યુવક પ્રેમિકા સાથે બંધ રૂમમાં ઝડપાઈ ગયો હતો. જે બાદ પ્રેમિકાના ભાઈ, કાકા અને પિતરાઈ ભાઈએ મળીને તેને ઢોર માર માર્યો હતો. આથી યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે પોલીસે 3 લોકો સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: 'હવે માફ કરી દો', રૂપાલાને માફ કરવા સી.આર પાટીલે ક્ષત્રિય સમાજ સામે બે હાથ જોડ્યા
પ્રેમિકાને મળવા ગયો હતો યુવક
વિગતો મુજબ, ભાવનગરના મહુવામાં આવેલા દેવગડા ગામનો મેહુલ સોલંકી સુરતના પુણાગામાં રહેતો હતો. મેહુલને સોસાયટીમાં જ રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતા. સોસાયટીની નજીકમાં યુવતીના મામાનું ઘર છે. જેઓ થોડા દિવસ વતન ગયા હોવાથી તેમની દીકરી એકલી હતી. એવામાં યુવતી રાત્રે ત્યાં સુવા માટે જતી હતી. રવિવારે પણ યુવતી મામાના ઘરે ગઈ હતી. જોકે બંને એકલા હોવાથી રાત્રે બે વાગ્યે યુવતીનો ભાઈ તેમને જોવા માટે આવ્યો હતો. ત્યાં પહોંચતા બહેન બંધ રૂમમાં પ્રેમી સાથે હોવાનું જાણ થઈ.
આ પણ વાંચો: Ahmedabad: હવે બાળકોએ આકરા તાપમાં સ્કૂલે નહીં જવું પડે, AMCએ 425 શાળાઓનો સમય બદલ્યો
એક રૂમમાંથી બંને પકડાયા
જે બાદ યુવકે પોતાના મામાને પણ ત્યાં બોલાવ્યા હતા અને મહેલુને પકડીને માર મારવાનું શરૂ કર્યું હતું. પ્રેમિકાના ભાઈ, મામા અને પિતરાઈ ભાઈએ મેહુલના ગળામાં પટ્ટો અને દોરડા બાંધીને ગડદાપાટુનો માર મારતા તેને ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. પ્રેમિકાએ પ્રેમીના મિત્રને ફોન કરીને જાણ કરતા તેઓ તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના પર પરિજનોની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને 3 લોકોની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT