સુરત: સુરતમાં દીકરીઓ પર દુષ્કર્મની ઘટનાઓ વચ્ચે હવે માસુમ શ્વાન પણ સુરક્ષીત નથી રહ્યા. શહેરના સગરામપુરા મલેકવાડી વિસ્તારમાં શ્વાન સાથે દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. જેના પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. રાતના અંધારામાં વાહન પાર્કિંગની જગ્યાએ માદા શ્વાનને રમાડવાના બહાને લઈ જઈને તેમની સાથે 60 વર્ષનો વૃદ્ધ દુષ્કર્મ આચરતો હતો. જોકે વિકૃત વૃદ્ધની હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો વાઈરલ થતા જીવદયા પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે પોલીસમાં ગુનો નોંધાવી આવા હેવાનને પકડવાની માંગ ઉઠી છે.
ADVERTISEMENT
શ્વાનને રમાડવાના બહાને પાર્કિંગમાં લઈ જઈ દુષ્કર્મ આચરતો
વિગતો મુજબ, શહેરના સગરામપુરમાં મલેકવાડી વિસ્તારમાં 60 વર્ષનો એક વૃદ્ધ છેલ્લા ઘણા સમયથી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શેરીના શ્વાનને રમાડવા માટે લઈ જતો હતો અને ત્યાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. સોસાયટીના રહીશો થોડા સમયથી વૃદ્ધની આ હરકત વિશે જાણતા હતા, જોકે સોમવારે વૃદ્ધની આ હરકતનો વીડિયો કોઈએએ ઉતારી લીધો હતો અને તેનો વાઈરલ કરી દીધો હતો.
રહીશોની ફરિયાદના આધારે આરોપીની અટકાયત
સુરતમાં જીવદયા સંસ્થા ચલાવતા ભારતીય ગૌવંશના પ્રમુખ ધર્મેશ ગામીને આ વીડિયો મળ્યા હતા. મૂંગા પશુ સાથે આ પ્રકારનું કૃત્યુ જોઈને તેઓ પણ હચમચી ગયા હતા. ઘટનાને લઈને જીવદયા પ્રેમીએ અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને આરોપી હરીશ નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડની માંગ કરી હતી. ત્યારે ફરિયાદના આધારે અઠવાલાઈન્સ પોલીસે સરકારી નિવૃત્ત કર્મચારી હરીશ મારુની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી.
ADVERTISEMENT