Surat News: ગણેશ ઉત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ડાયમંડ સિટી સુરતના સૌથી અમીર ગણપતિ આ વર્ષે 51માં વર્ષમાં પ્રવેશ્યા છે. શહેરની દાળિયા શેરીમાં ગણેશજીની પ્રતિમાને સોના, ચાંદી અને હીરાના આભૂષણોથી શણગારવામાં આવી છે. આયોજકોના જણાવ્યા અનુસાર, બાપ્પાને 1 કરોડથી વધુની કિંમતના ઘરેણાંથી શણગારવામાં આવ્યા છે, અને હીરા નગરી સુરતમાં આ ગણેશ સૌથી અમીર ગણાય છે.
ADVERTISEMENT
દાદાની પ્રતિમાને 25 કિલો સોના-ચાંદીનો ઢોળ ચડાવાયો
શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવ દાલિયા શેરીના ગણપતિ દાદાની પ્રતિમાને 25 કિગ્રા ચાંદી અને સોનાનો ઢોળ ચડાવેલો છે અને હીરાના ઘરેણાં પહેરાવેલા છે, તેમાં બે ફૂટ અને ચાર ફૂટની ચાંદીની ગણેશ મૂર્તિઓ છે. આ સિવાય પત્તાના આકારની મૂર્તિ છે જેમાં 1,50,000 હીરા જડેલા છે અને 7 કિલોનો ઉંદર છે.
દર્શન માટે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે
સુરતનું દાળિયા શેરી પરંપરાગત હીરા વેપાર કેન્દ્રની મધ્યમાં આવેલું છે, મહિધરપુરા હીરા કેન્દ્રની અનુરૂપ તહેવારનું આયોજન કરે છે. દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન અહીં લાખો લોકો દર્શન માટે આવે છે.
1 કરોડથી વધુની કિંમતના ઘરેણા
“ઝવેરાત અને હીરા જડેલી ચાંદીની મૂર્તિઓની વાસ્તવિક કિંમત જાણી શકાતી નથી કારણ કે મોટાભાગની કિંમતી વસ્તુઓ દાનમાં આપવામાં આવે છે. પરંતુ જ્વેલરી અને કીંમતી સામાનની કિંમત એક કરોડથી વધુ છે.
ADVERTISEMENT