Surat News: રાજ્યમાં કોરોનાના કહેર બાદથી યુવાઓમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. નાની ઉંમરે જ યુવાનોને હાર્ટ એટેક આવવાથી તેમના મોત થઈ રહ્યા છે. જેને લઈને લોકો ચિંતિત બન્યા છે. આ વચ્ચે હવે મહિલાઓમાં પણ હાર્ટ એટેકના કિસ્સા નોંધાઈ રહ્યા છે. સુરતમાં શિક્ષિકાને હાર્ટ એટેક આવતા ઊંઘમાં જ મોત થઈ ગયું છે.
ADVERTISEMENT
50 વર્ષના શિક્ષિકાને હાર્ટ એટેક
વિગતો મુજબ, સુરતના અડાજણ વિસ્તારમાં ખાનગી શાળામાં નોકરી કરતા 50 વર્ષીય શિક્ષિકા મનિષાબેન પટેલનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું. શિક્ષિકા રાત્રે ઊંઘી ગયા હતા, બાદમાં સવારે ઉઠ્યા જ નહીં, ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા તેમનું મોત થઈ ગયું. સવારે તેઓ ઉઠ્યા નહીં આથી પરિવારે 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી અને તેમને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
શિક્ષિકાને નહોતી કોઈ બીમારી
ખાસ વાત એ છે કે શિક્ષિકાને કોઈ પ્રકારની બીમારી પણ નહોતી. એવામાં અચાનક તેમના આ રીતે ઊંઘમાં તેમના નિધનથી પરિજનો આઘાતમાં સરી પડ્યા છે. સમગ્ર મામલે પોલીસે મહિલાના મૃતદેહનો કબ્જો મેળવીને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
ADVERTISEMENT