Rajkot Police News: સુરતમાં રાજકોટના PSIએ જ્વેલર્સ પાસથી લાખો રૂપિયા પડાવી લીધા હોવાનો મામલો સામે આવ્યો છે. જે બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જ્વેલર્સની ઈન્સ્ટાગ્રામ પર રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનના PSI સાથે મિત્રતા થઈ હતી. હવે સમગ્ર મામલે જ્વેલર્સે સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં PSI સામે અરજી કરી છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં પોલીસ સાથે દોસ્તી થઈ
વિગતો મુજબ, ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI હરદેવસિંહ રાયજાદા અને સુરતના જ્વેલર્સની ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ હતી. આરોપો મુજબ રાજકોટના PSIએ આંગડિયા અને બાતમીદારના નામે જ્વેલર્સ પાસેથી 2.25 લાખ રૂપિયા પડાવી લીધા છે. આમ સોશિયલ મીડિયા પર પોલીસ સાથેની મિત્રતા સોના-ચાંદીના વેપારીને જ ભારે પડી ગઈ હતી.
વેપારીને હોટલમાં બોલાવી ધાક જમાવી
આ સાથે PSIએ જ્વેલર્સને અડાજણની હોટલમાં પણ મળવા માટે બોલાવ્યો હતો અને અહીં હોટલમાં 1 કલાક સુધી મુલાકાત કરી હતી. જેમાં પોતે પ્રતિષ્ઠિત અને વગદાર હોવાનું કહીને હાક જમાવી હતી. ત્યારે આ સમગ્ર મામલે હવે જ્વેલર્સ દ્વારા સુરતના રાંદેલ પોલીસ સ્ટેશનમાં જ PSI વિરુદ્ધ અરજી આપીને ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ સામે જ પૈસા પડાવવાની અરજી થતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે.
ADVERTISEMENT