સુરતમાં તથ્યકાંડ જેવો મોતનો કહેર: હોન્ડા સિટી કારે રોડની બાજુમાં બેઠેલા 7 લોકોને અડફેટે લીધા, 3નાં મોત

Surat Accident News: સુરતમાં તથ્યકાંડ જેવા અકસ્માતની ઘટના બની છે. શુક્રવારે મોડી રાત્રે મોટા વરાછા રિંગરોડ વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂર ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રોડની સાઈડમાં બેસેલા 7 લોકોને ઉડાવી દીધા હતા.

Surat Accident

Surat Accident

follow google news

Surat Accident News: સુરતમાં તથ્યકાંડ જેવા અકસ્માતની ઘટના બની છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં શુક્રવારે રાત્રે રોડ પર તેજ ગતિએ દોડી રહેલી કારે રોડની બાજુમાં પોતાના વાહનો સાથે બેઠેલા અનેક લોકોને ટક્કર મારી હતી. જેમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. સુરતના ઉત્તરણ પોલીસે આ અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરી છે.

રોડની સાઈડમાં બેઠેલા લોકોને કારે ઉડાવ્યા

શુક્રવારે રાત્રે 11.30 વાગ્યાના સુમારે સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક હોન્ડા સિટી કાર પુરપાટ ઝડપે દોડી રહી હતી. આ દરમિયાન કાર ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે કાર ચાલકે ટક્કર મારતા બાઇક સવાર બાઈક સહિત ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જેમાં એક સગર્ભા મહિલાનો સમાવેશ થાય છે.  પૂરપાટ ઝડપે આવતી કારે ચાર વાહનોને ટક્કર મારી હતી. જેમાંથી એક બાઇક કારની નીચે આવી જતાં તેમાં સવાર પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ત્રીજા વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. કાર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં 6 વર્ષીય વિયાન વાઘાણી અને તેના પિતા દેવેશ વાઘાણી અને 29 વર્ષીય સંકેત વાવલિયાનો સમાવેશ થાય છે.

કાર ચાલકને ઝોકું આવી જતા અકસ્માત

સુરતના ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા વરાછા રીંગ રોડ પર રાત્રીના અંધારામાં પોતાની સ્પીડમાં કાર વડે અકસ્માત સર્જનાર કરનાર ડ્રાઈવર જીજ્ઞેશ અમૃતલાલ ગોહિલની ઉતરાણ પોલીસે ધરપકડ કરી છે. જીગ્નેશ અમૃતલાલ ગોહિલ સુરતના અમરોલી વિસ્તારમાં સ્ટાર ગેલેક્સી રોડ પર રહે છે. સુરત પોલીસના એસી.પી આરપી ઝાલાએ જણાવ્યું હતું કે, કાર ચાલક પોલીસના હાથે ઘટનાસ્થળે જ ઝડપાઈ ગયો હતો, તેની મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને તેના પ્રાથમિક રિપોર્ટમાં નશો કર્યો હોવાનું બહાર આવ્યું નથી. અટકાયત કરાયેલા કાર ચાલક જિજ્ઞેશ ગોહિલે પોલીસને પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તે ગઈકાલે સવારે 3 વાગ્યે તેના કેન્સરગ્રસ્ત સંબંધીને અમદાવાદ લઈ ગયો હતો અને ત્યાંથી સુરત પરત ફરી રહ્યો હતો અને કાર ચલાવતી વખતે તેને અચાનક ઊંઘ આવી ગઈ હતી જેના કારણે તે અકસ્માત સર્જાયો હતો.

    follow whatsapp