સુરતમાં 2 લાખ રૂપિયાની ઉઘરાણી કરતી મહિલાને જબરજસ્તી દારૂ પીવડાવી પિતા-પુત્રએ દુષ્કર્મ આચર્યું

Surat Crime News: સુરતના મહિધરપુરા વિસ્તારમાં મહિલા મૂર્તિકાર પર પિતા-પુત્ર દ્વારા દારૂ પીવડાવીને જબરજસ્તી બળાત્કાર ગુજાર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મહિલા મૂર્તિકારે આપેલા ઉધાર…

gujarattak
follow google news

Surat Crime News: સુરતના મહિધરપુરા વિસ્તારમાં મહિલા મૂર્તિકાર પર પિતા-પુત્ર દ્વારા દારૂ પીવડાવીને જબરજસ્તી બળાત્કાર ગુજાર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મહિલા મૂર્તિકારે આપેલા ઉધાર 2 લાખ પાછા આપવાના બહાને પિતા-પુત્ર ઘરે આવ્યા હતા અને દુષ્કર્મ આચર્યું. પોલીસમાં ફરિયાદ નોંધાતા પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે, તો ફરાર પુત્રની હાલમાં પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મહિલાએ પિતા-પુત્રને 2 લાખ ઉધાર આપ્યા હતા

વિગતો મુજબ, સુરતના લાલ દરવાજા ખાતે ગણપતિ અને દશામાની મૂર્તિ બનાવતી મહિલા મૂર્તિકારે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ અમરેલીમાં રહેતા શિવકુમાર કિશન પારકરના સંપર્કમાં તે આવી હતી. શિવકુમારે મૂર્તિના 3-4 ગ્રાહકો મોકલ્યા હતા. બાદમાં તેની મહિલાના પતિ અને તેના સાથે મિત્રતા થઈ. 2015માં મહિલાનું મહિધરપુરા ખાતેનું મકાન વેચ્યું હતું. જેમાંથી 2 લાખ શિવકુમારને ઉછીના આપ્યા હતા.

ઘરે આવીને પિતા-પુત્રએ કર્યું ગંદુ કામ

જોકે શિવકુમારે 6 મહિનામાં પૈસા પાછા આપવાનું કહેવા છતાં ઉધાર લીધા બાદ ચૂકવ્યા નહોતા. આથી મહિલા વારંવાર ઉઘરાણી કરતી હતી. શિવકુમારે મહિલા અને તેના પતિનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. બાદમાં દારૂના નશામાં શિવકુમાર મહિલાના ઘરે આવ્યો હતો. આ સમયે મહિલા ઘરમાં એકલી હતી, જેનો લાભ ઉઠાવીને તેને જબરજસ્તી દારૂ પીવડાવ્યો અને હાથ-પગ બાંધીને પિતા-પુત્રએ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

    follow whatsapp