Surat News: સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં નશામાં ધૂત મરીન પોલીસ સ્ટેશનના ASIએ ભારે હોબાળો મચાવ્યો હતો. દોઢ કલાક સુધી દારૂ પીને હંગામો મચાવતા પોલીસ કર્મચારીઓ પણ હેરાન થઈ ગયા હતા. દીકરાના મિત્રની બાઈક ચોરીની ફરિયાદ ન લેવાના આક્ષેપ સાથે પોલીસ સ્ટેશનમાં ધમાલ કરનારા ASI સામે આખરે પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
બાઈક ચોરીની ફરિયાદ માટે ગયા હતા પોલીસ સ્ટેશન
વિગતો મુજબ, રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુરુવારે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ 3 યુવાનો પહોંચ્યા હતા. જેમાંથી એક યુવકે તેના પિતા પોલીસમાં હોવાનું જણાવીને મિત્રની બાઈક ચોરીની ફરિયાદ કેમ નથી લેતા? કહીને મોબાઈલમાં રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું. આ રેકોર્ડિંગ રોકતા યુવકે પોતાના પિતાને મરીન પોલીસ સ્ટેશનના ASI સુરેશ ચૌહાણને બોલાવી લીધા હતા.
સબ-ઈન્સ્પેક્ટરને ધમકી આપી, તારાથી થાય તે કેસ કરી લે
જોકે ASI સુરેશ ચૌહાણ પોલીસ સ્ટેશનમાં ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ સાથે બોલાચાલી કરીને હંગામો મચાવ્યો હતો. આખરે કંટાળીને પોલીસે PI અને સર્વેલન્સ સ્ટાફના સબ ઈન્સ્પેક્ટરને પોલીસ સ્ટેશનમાં બોલાવવા પડ્યા. જેમણે આવીને આ જમાદારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અને તેઓ દારૂના નશામાં છે કે કેમ તેમ પૂછતા તુકારાથી કહી દીધું, તારાથી થાય તે કેસ કરી લે.જે બાદ પોલીસે તેમને લોકઅપનો રસ્તો બતાવા પ્રોહીબિશનની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.
ADVERTISEMENT