Surat Crime News: પરિવારમાં થતા પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓ કેટલી હદે પહોંચી જાય છે એનું એક જીવંત ઉદાહરણ સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાંથી સામે આવ્યું છે. ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કૈલાસ નગરમાં રહેતા એક સોની પરિવારનું ઘર વેરબિખેર થઈ ગયું છે. પતિ પત્ની વચ્ચેનો ઝઘડો આખરે હિંસામાં પરિણમ્યો અને અંતે પત્નીની હત્યા કરી પતિએ પોતે પણ જીવન ટુંકાવી લીધું છે. આ ઘટનાની જાણ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો છે.
ADVERTISEMENT
ઘરકંકાસમાં સુખી સંસારનો અંત
સુરતના ડીંડોલી વિસ્તારમાં કૈલાશનગર સોસાયટીના મકાન નંબર 22 માં રહેતા રાજેન્દ્ર રામચંદ્ર આધરકર પોતે જ્વેલર્સની દુકાન ચલાવતા હતા અને એમની પત્ની સાયલા બેન એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. પતિ પત્નીની વચ્ચે ઘરમાં નાની નાની વાતો પર ઝઘડાઓ થતા હતા પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓ મંગળવારના દિવસે ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું અને પતિ રાજેન્દ્ર રામચંદ્ર આઘરકરએ પત્ની સાયલાના ગળા ઉપર ચાકુથી હુમલો કરી હત્યા કરી નાખી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ ઘરના પંખાના હુક સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી.
વડોદરામાં ફ્લેટ એક કરતા વધુ ગ્રાહકોને વેચીને US ભાગતો ઠગ બિલ્ડર મુંબઈ એરપોર્ટ પરથી ઝડપાયો
મંગળવારના રોજ ડીંડોલીની કૈલાશ નગર સોસાયટીમાં બનેલી આ ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો પણ એ સતબ્ધ થઈ ગયા હતા અને આ ઘટનાની જાણ ડીંડોલી પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસનો સ્ટાફ કૈલાશ નગર સોસાયટીમાં પહોંચી ગયો હતો. બંને ડેડ બોડી કબ્જે લઈ પોસ્ટમોર્ટમ કરવા માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપી હતી. ડીંડોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ચુડાસમા જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વખતથી પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ ચાલતા હતા અને ઝઘડાઓને કારણે આજે પણ પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થયા હતા જેની અંદર પતિએ પત્નીની ચપ્પુ થી હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ પતિએ પોતે પણ પંખાના હુક સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી.
ADVERTISEMENT