સુરત: લોકસભાની ચૂંટણીના ગણતરીના મહિનાઓ પહેલા જ ગુજરાત ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. સુરતમાં પત્રિકા અને પેન ડ્રાઈવ કાંડમાં રોજે રોજે ભાજપના જ નેતાઓ-કાર્યકરોની સંડોવણીના સમાચાર સામે આવી રહ્યા છે. આ વચ્ચે હવે આ કાંડમાં સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુ પાઠકની પૂછપરછ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સુરતમાં પત્રિકા અને પેનડ્રાઈવ કાંડમાં ધારાસભ્ય સંદીપ દેસાઈની ફરિયાદના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ભાજપના રાકેશ સોલંકી, ખુમાન પટેલ અને દીપુ યાદવ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યાર બાદ તપાસમાં પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહી છે. આ વચ્ચે ભાજપના સહકારી નેતા અને સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુ પાઠકનું પણ નામ ખુલતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
ખાસ છે કે પત્રિકા કાંડમાં જેલમાં મોકલાયેલા આરોપીઓ જામીન પર બહાર નીકળ્યા હતા. બાદમાં પત્રિકા કાંડમાં પોલીસ વિધુ 3 કલમો ઉમેરીને ફરીથી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ત્યારે પત્રિકા કાંડમાં આગામી સમયમાં કયા મોટા માથાઓની સંડોવણી સામે આવે છે તે ખાસ જોવાનું રહેશે.
શું છે મામલો જાણીએ ટૂંકમાં
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી પત્રિકાકાંડને લઈને રાજકીય ચકચાર મચી છે. આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. જેમાં ભાજપ પરના ગંભીર આરોપી સાથેના વીડિયો પછી પત્રિકાઓને લઈને કેટલીક બાબતો સામે આવી રહી છે. સમગ્ર મામલે ભાજપ ધારાસભ્ય સંદિપ દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે ક્રાઈમ બ્રાન્ચે ત્રણ વ્યક્તિને અટકાયતમાં લીધા છે.
મામલો કાંઈક એવો છે કે, વિધાનસભા ચૂંટણી વખતે પ્રચાર માટે ચૂંટણી ફંડનું ઉઘરાણું કરવામાં આવ્યું હતું પણ તે ઉઘરાણું પાર્ટીમાં જમા ના થયાના ગંભીર આરોપો લગાવાયા છે. અગાઉ સુરતના ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદિપ દેસાઈએ પોલીસને કમ્પલેઈન કરી છે.
ADVERTISEMENT