સુરતઃ સુરતમાં ચોક બજાર વિસ્તારમાં એક બેફામ ક્રેન ચાલકે પિતા પુત્રને અડફેટે લઈ લીધા હતા. રોડની એક તરફ ઊભા રહેલા પિતા પુત્રને ક્રેન ચાલકે અડફેટે લઈ લીધા હતા. એટલું જ નહીં ચાલક એટલો બેફામ હતો કે તેણે તેમને 20 ફૂટ સુધી ઘસેડ્યા હતા. અકસ્માતમાં ક્રેનના ટાયર પગ પર ફરી વળતા પિતા-પુત્ર બંનેના પગના માસના લોચા બહાર આવી ગયા હતા. બનાવને પગલે આસપાસ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બંને પિતા પુત્રને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના પગ બચશે કે નહીં તેની અંગે હજુ કોઈ જાણકારી મળી શકી નથી.
ADVERTISEMENT
વધુ એક વેવાઇ-વેવાણ હોટલમાંથી ઝડપાયા, પોલીસે તોડ પણ કર્યા પછી થયો ચોંકાવનારો ખુલાસો
કોલ આવતા રોડની એક બાજુ વાહન થોભાવ્યું અને…
પ્રાપ્ત વિગતો અનુસાર 34 વર્ષિય કાદર રફીક રહેમતવાલા અને તેમના પિતા 68 વર્ષના રફીક રહેમતવાલા ચોક બજાર વિસ્તારમાં રહે છે. તેઓ પોતાના કામ અર્થે ઘરેથી બાઈક પર નીળ્યા હતા. દરમિયાન ચોકબજાર ગાંધીબાગ પાસે પહોંચ્યા ત્યારે ફોન આવતા તેઓ રોડની એક તરફ વાહન થોભાવીને ઊભા હતા. કોલ પર વાચ કરી રહ્યા હતા કે ત્યાં બેફામ રીતે આવી રહેલા ક્રેનના ચાલકે તેમને પાછળથી આવી અડફેટે લઈ લીધા હતા. ક્રેન ચાલક એટલો બેફામ ગતિએ જઈ રહ્યો હતો કે તેને ભાન પણ પડ્યું નહીં અને તેણે બંનેને 20 ફૂટ જેટલા ઘસેડી નાખ્યા હતા. ઘટનામાં પિતા પુત્રને પગના ભાગે ભારે ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર બંનેને તુરંત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું પ્રારંભીક ધોરણે સામે આવ્યું હતું.
ટોળાએ ક્રેન ચાલકને પકડી પાડ્યો
ઘટનાને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. લોકોના ટોળાએ તુરંત ઈજાગ્રસ્ત પિતા પુત્રને ક્રેનની નીચેથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. આ તરફ લોકોએ ક્રેન ચાલકને પકડી પાડ્યો હતો. લોકોએ ક્રેન ચાલકને પકડીનને ઘટનાની જાણ પોલીસને કરી હતી અને પોલીસ હવાલે કર્યો હતો.
ADVERTISEMENT