સુરત: સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનારા 50 વર્ષના આધેડને 20 વર્ષની સજા કોર્ટે ફટકારી છે. આરોપી અબ્દુલ મધીને 20 વર્ષની સજાની સાથે સાથે 5 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ભોગ બનનારી કિશોરીને વળતર પેટે રૂ.45 હજાર ચૂકવવા માટે આદેશ કોર્ટે કર્યો છે.
ADVERTISEMENT
દુષ્કર્મના દોષિતની દીકરીની ઉંમર 22 વર્ષ
આ ઘટનામાં પોલીસે ગંભીરતાથી કેસને લેતા તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે દુષ્કર્મના કેસમાં 25 દિવસમાં જ કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરી હરી હતી. કોર્ટે પોતાના ચૂકાદામાં નોંધ્યું હતું કે, પીડિતા કરતા આરોપીની ઉંમર ત્રણ ગણી વધારે છે અને આરોપીની દીકરીની ઉંમર 22 વર્ષ છે. આમ આરોપીને 20 વર્ષની સજા કોર્ટે ફટકારી હતી.
શું હતો સમગ્ર મામલો?
ઘટના મુજબ, લાજપોર નજીકના એક ગામમાં રહેતી 17 વર્ષની સગીરા 8 ઓક્ટોબર 2022ના રોજ સવારે નોકરી કરવા ઘરીથી નીકળી હતી. આરોપી 50 વર્ષનો આધેડ અબ્દુલ હાસીમ માધીએ તે જ કંપનીમાં પીડિતાને ગાડીમાં લેવા-મૂકવાનું કામ કરતો. ઘટનાના દિવસે તે રીક્ષા લઈને આવ્યો અને સગીરાને બેસાડીને લઈ ગયો. જોકે બાદમાં સગીરા સાંજે ઘરે ન આવતા પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં પલસાણા ફ્લાયઓવર નીચેથી રીક્ષા મળી હતી.
આરોપી અબ્દુલ સગીરાને એસ.ટીમાં અમદાવાદ લઈ ગયો અને ત્યાંથી સગીરાને અજમેર લઈ જતા દરમિયાન લક્ઝરી બસમાં શરીર સંબંધ બાંધ્યા હતા. આ બાદ અજમેરથી સગીરાને પોતાની સાળીના ઘરે બોરડી ગામે લઈ ગયો અને ત્યાં પણ સતત 6 દિવસ મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા હતા.
ADVERTISEMENT