Ram Navami 2024: આજે દેશભરમાં ધામ ધૂમથી રામ નવમીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. એકબાજુ અયોધ્યામાં ભક્યો રામ મય બન્યા છે. તો દેશના અન્ય શહેરોમાં પણ આ પર્વને લોકો ઉજવી રહ્યા છે. આ વચ્ચે સુરતમાં એક એવા રામભક્ત છે જેમની પાસે એવું પુસ્તક છે જેમાં સોનાથી ભગવાન રામના સુવર્ણકાળને લખેલો છે. હા, તમને સાંભળવામાં થોડું અજુગતુ લાગશે પરંતુ સોનાની શાહીથી લખેલી આ રામાયણમાં હીરા-માણેક પણ જડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: રામલલાનો 'સૂર્યાભિષેક': અદભૂત રામનવમી...અયોધ્યામાં અલૌકિક નજારો જોઈને આનંદિત થયા રામભક્તો
222 તોલા સોનાની શાહીથી લખાઈ ચોપાઈ
સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા રામ ભક્ત રાજેશુકમારના ઘરે સોના, હીરા, પન્ના અને માણેકથી જડેલી રામાયણ છે. 530 જેટલા પાનાની આ રામાયણમાં 222 તોલા સોનાની શાહીથી ચોપાઈ લખવામાં આવી છે. આ ઉપરાંત બે પેજની વચ્ચે મૂકાયેલા બટર પેપરમાં 5 કરોડ વખત શ્રી રામ લખેલું છે. 1981માં તૈયાર કરાયેલી આ રામાયણ 40 વર્ષથી પણ વધુ જૂની છે અને તેમાં 10 કિલો ચાંદી, 4000 હીરા તથા માણેક અને પન્ના જેવા રત્નોનો ઉપયોગ કરાયો છે. આ રામાયણનું કવર ચાંદીમાંથી તૈયાર કરાયું છે.
40 લોકોએ 43 વર્ષ પહેલા તૈયાર કરી હતી
19 કિલો વજન ધરાવતી આ રામાયણ માટે ખાસ પેપર જર્મનીથી મગાવાયા હતા. સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા રાજેશકુમારના સ્વર્ગસ્થ દાદાએ વર્ષ 1981માં આ રામાયણ તૈયાર કરાવી હતી. તે સમયે પુષ્ય નક્ષત્રમાં 9 કલાકમાં 40 લોકો દ્વારા આ રામાયણને તૈયાર કરવામાં આવી હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: પદ્મિનીબા વાળાની તબિયત લથડી, AIIMS હોસ્પિટલમાં કરાયા દાખલ; 14 દિવસના ઉપવાસ બાદ કર્યા પારણા
વર્ષમાં માત્ર 1 વાર થાય છે દર્શન
આ રામાયણના દર્શન ભક્તોને દર રામ નવમી પર કરાવાય છે. બાકીના દિવસોમાં તેને બેન્કના લોકરમાં સુરક્ષિત રાખવામાં આવે છે. સોનાની શાહીથી લખેલી આ રામાયણના દર્શન કરવા માટે રામ નવમીના દિવસે લોકો દૂર દૂરથી આવતા હોય છે.
ADVERTISEMENT