Surat News: બેફામ કાર ચાલકે 4 બાળકો સહિત 5 લોકોને કચડ્યા, CCTVમાં કેદ થઈ ઘટના

Surat News: સુરતના લિંબાયત વિસ્તારમાં ઈકો કાર ચાલક દ્વારા એક અકસ્માત સર્જાયો છે. ઈકો કાર ચાલકે એક મહિલા સહિત ચાર બાળકોને પણ અટફટે લીધા હતા.…

gujarattak
follow google news

Surat News: સુરતના લિંબાયત વિસ્તારમાં ઈકો કાર ચાલક દ્વારા એક અકસ્માત સર્જાયો છે. ઈકો કાર ચાલકે એક મહિલા સહિત ચાર બાળકોને પણ અટફટે લીધા હતા. સુરતના લિંબાયત વિસ્તારના નારાયણ નગરમાં બનેલી આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે અકસ્માત સર્જનાર આરોપીની ધરપકડ કરી છે.

સર્વિસ રોડ પર હિટ એન્ડ રન

સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો સર્વિસ રોડના ફૂટપાથ ઉપર ચાલતી ઈંડા અને ચાની લારી પાસે ઊભા છે. એ જ સમયે સર્વિસ રોડ ઉપર રોંગ સાઈડથી આવતા ઈકો કારના ચાલકે રસ્તા ઉપર ચાલીને જતી એક મહિલા અને એના બાળકોને અટફટે લીધા હતા. ઈકો કારની અટફટે આવતા જ મહિલા અને એના બાળકો રોડ ઉપર ફેંકાઈ ગયા હતા. ફૂટપાથ ઉપર ચાલતી ચાની અને ઈંડાની લારી પાસે ઉભેલા તમામ લોકોએ તાત્કાલિક મહિલા અને એના બાળકોનો ઉઠાવા દૌડતા જોવા મળ્યા હતા.

મહિલા સાથે 4 બાળકો કાર નીચે કચડાયા

સીસીટીવીમાં જોઈ શકાય છે કે મહિલાના સાથે ચાલતા બીજા ત્રણ બાળકો અલગ અલગ ફેંકાઈ ગયા હતા અને મહિલાની ગોદમાં પણ એક બાળક હતું એણે મહિલાએ પકડી રાખ્યું હતું. માત્ર બે જ સેકન્ડમાં ઈકો કાર ચાલક આ હીટ એન્ડ રનની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત મહિલા અને એના બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. છેલ્લે આ ઘટનાની જાણ લિંબાયત પોલીસને કરવામાં આવી હતી. લિંબાયત પોલીસ સ્ટેશનની પોલીસે સીસીટીવી વાયરલ થયા બાદ આકસ્માત સર્જનાર ઇકો કાર ચાલકની ધરપકડ કરી હતી.

(સંજયસિંહ રાઠોડ, સુરત)

    follow whatsapp