સુરતમાં ઢોંગી ભુવાએ ધાર્મિક વિધિના બહાને મહિલા પર દુષ્કર્મ આચર્યું, 15 લાખ રૂપિયા પણ પડાવ્યા

સુરતના સરથાણા વિસ્તારમાં ઢોંગી ભુવાએ ધાર્મિક વિધિના બહાને મહિલાને નિર્વસ્ત્ર કરીને દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં મહિલા પાસેથી ટુકડે ટુકડે કરીને 15 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા.

Surat News

Surat News

follow google news

Surat Crime News: આજકાલ લોકો કોઈક ન કોઈક સમસ્યાથી હેરાન અને પરેશાન થતા હોય છે. પરેશાન લોકો સમસ્યાથી છુટકારો પામવા માટે અલગ-અલગ હથકંડાઓ અપનાવતા હોય છે. કેટલાક લોકો તો ઢોંગી તાંત્રિકો અને ભુવાના રવાડે પર ચડી જતા હોય છે. પરિણામ સ્વરૂપે એ લોકો છેતરપિંડીનો ભોગ બની જાય છે. આવો જ એક કિસ્સો સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવ્યો છે. સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલાનો સંપર્ક એક મોગલ ધામ મંદિરના ભુવા સાથે થયો હતો. મહિલા આર્થિક રીતે હેરાન પરેશાન રહેતી હતી.

ભુવાનું મહિલા પર દુષ્કર્મ

મહિલાએ પોતાની વ્યથા મંદિરના ભુવાને જણાવી હતી. ભૂવાએ મહિલાને જણાવ્યું હતું કે, તેમની આર્થિક સ્થિતિ અને પરિસ્થિતિ સારી થઈ જશે એના માટે ધાર્મિક વિધિ કરવી પડશે. ધાર્મિક વિધિ કરવાના બહાને મોગલ ધામ મંદિરના ભુવાએ મહિલા પાસેથી ટુકડે ટુકડે કરીને 15 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને એટલું જ નહીં મહિલાને નગ્ન કરી ધાર્મિક વિધિના બહાને એના ઉપર બળાત્કાર પર ગુજાર્યો હતો. આટલું વધુ થયા બાદ મહિલાને છેતરાયા હોવાનું માલુમ પડતા મહિલાએ મંદિરના ભુવા વિરુદ્ધમાં સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ બાદ સરથાણા પોલીસે ઢોંગી ભુવાની ધરપકડ કરી હતી.

મંદિરમાં દર્શને જતા મહિલા ભુવાના સંપર્કમાં આવી હતી

સુરત શહેરના સરથાણા પોલીસ દ્વારા કલ્પેશ કોરાટ નામના ભૂવાની ધરપકડ કરવામાં આવી હતી. કલ્પેશ કોરાટ નામનો આ ભૂવો સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોગલ ધામ મંદિરમાં ભુવા તરીકે કામ કરે છે. સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલા પણ આ મંદિર અવરજવર કરતી હોવાથી આ ભુવાના સંપર્કમાં આવી હતી. મંદિરના ભુવા પર ભરોસો મૂકીને મહિલાએ એમને ઘરની પરિસ્થિતિની વાત કરી હતી. મહિલાએ ભુવાને કહ્યું હતું કે, તેઓની આર્થિક સારી ન હોવાથી તેઓ પરેશાન રહે છે. મહિલાની વાત સાંભળીને ભુવાને મન ગમતું મળી ગયું. 

દુષ્કર્મ બાદ મહિલાએ પોલીસમાં નોંધાવી ફરિયાદ

ભુવાએ મહિલાને એમની આર્થિક પરિસ્થિતિ દૂર કરવા માટે ધાર્મિક વિધિ કરવા માટે કહ્યું હતું. ત્યારે મહિલા તૈયાર થઈ ગઈ હતી. ખરાબ આર્થિક પરિસ્થિતિ દૂર કરવાના લાલચમાં મહિલાએ ટુકડે ટુકડે કરીને ધરપકડ કરેલા ભુવાને 15 લાખ રૂપિયા આપી દીધા હતા. એટલું જ નહીં આ નરાધમ ભુવા એ મહિલાની મજબૂરીનો લાભ લઈને ધાર્મિક વિધિ કરવાના બહાને મહિલાને નગ્ન કરી હતી અને ત્યારબાદ મહિલા ઉપર બળાત્કાર કર્યો હતો. ભુવાની હવસ નો શિકાર થયેલી પીડિત મહિલાએ આ મામલે પોતાના પરિવારને વાત કરી હતી અને ત્યારબાદ મહિલાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.સ રથાણા પોલીસે મોગલ ધામ મંદિરના ભુવા કલ્પેશ કોરાટની સામે છેતરપિંડી અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે.

(સંજયસિંહ રાઠોડ, સુરત)

    follow whatsapp