Surat News: 'તમે પોલીસવાળાની પાછળ પડી ગયા છો, પબ્લિસિટીના ભૂખ્યા છો', હાઈકોર્ટે મેહુલ બોઘરાનો લીઘો ઉધડો

Advocate mehul boghra: સુરતમાં એક સામાજિક કાર્યકર અને એડવોકેટ તરીકે ખ્યાતનામ  મેહુલ બોઘરા અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં હાઈકોર્ટમાં તેના વિરુદ્ધ દાખલ થયેલી પોલીસ FIR રદ કરવા પિટીશન કરવામાં આવી હતી

Advocate mehul boghra

Advocate mehul boghra

follow google news

Advocate mehul boghra: સુરતમાં એક સામાજિક કાર્યકર અને એડવોકેટ તરીકે ખ્યાતનામ  મેહુલ બોઘરા અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં હાઈકોર્ટમાં તેના વિરુદ્ધ દાખલ થયેલી પોલીસ FIR રદ કરવા પિટીશન કરવામાં આવી હતી. મેહુલ બોઘરા સામે લોકરક્ષક ભલાભાઇ દેસાઈએ સુરતના પુના પોલીસ મથકે આઇપીસીની કલમ 143, 147, 149, 323 ,186, 332, 500 અને 506(2) તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ 25 ફેબ્રુઆરી, 2024ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે આ ફરિયાદ રદ કરાવવા મેહુલ બોઘરાએ ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ એસ.એસ. કિકાણી મારફતે અરજી કરી હતી. જોકે હાઇકોર્ટે આ ફરિયાદ રદ્દ ન કરવાનો નિર્ણય કર્યો હતો. આ કારણે અરજદારે પોતાની અરજી પરત ખેંચી હતી.

ફરિયાદીએ મેહુલ બોઘરા પર શું કરી હતી ફરિયાદ?

ફરિયાદીએ ફરિયાદ કરી હતી કે, સુરત મુકામે તેમની ફરજના સ્થળે એક ગાડી ઉપર કાળી ફિલ્મ લાગેલી હતી અને નંબર પ્લેટ વગરની જઈ રહી હતી. જેથી તે શંકાસ્પદ રાખતા તેને રોકવામાં આવી હતી અને તેઓ ગાડીમાં બેસીને ગાડી ચેક કરતા હતા. ત્યારે અચાનક મેહુલ બોઘરા પોતાના મોબાઈલમાં વીડિયો શૂટ કરતા આવી ગયા હતા અને પોલીસને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા. ત્યાર બાદ ટોળું ભેગું થઈ જતા તેને પણ ઉશ્કેર્યું હતું. બંને વચ્ચે સમાધાન કરાવનાર આવનાર વ્યક્તિને પણ ટોળામાંથી કોઈ વ્યક્તિએ પથ્થરથી માર માર્યો હતો. આમ આરોપી કાયદાનો જાણકાર હોવા છતાં કાયદો હાથમાં લીધો હતો. આરોપી અવારનવાર પોલીસ વિભાગને બદનામ કરવા અને સોશિયલ મીડિયામાં ફોલોર્સ વધારવા આવી કામગીરી કરતો રહે છે.

ગુજરાત માટે આગામી 24 કલાક 'ભારે': દ્વારકાથી લઈને ડાંગ સુધી વીજળીના કડાકા સાથે મેઘો તૂટી પડશે, હવામાન વિભાગે શું કહ્યું?

અરજદારે ફરિયાદ સામે કરી ક્રોસ ફરિયાદ 

અરજદારે જણાવ્યું હતું કે,  BRTS કોરીડોરમાં પોલીસનું સ્ટીકર મારેલ, કાળી ફિલ્મ લાગેલી અને નંબર પ્લેટ વગરની ગાડી તેને રોકી હતી. તેમાં બે પોલીસ કર્મચારી બેઠા હતા, તેમની પાસે પોલીસની લાકડી પણ હતી. ગાડી રોકતા ઝઘડો થયો હતો. લોકોના ટોળા ભેગા થયા હતા, જેમાં મારામારી થતાં આ FIR નોધાઇ છે. અરજદારે કહ્યું તેને 100 નંબર ઉપર ફોન કર્યો, ઉચ્ચ પોલીસ અધિકારીને ફોન કર્યો, ત્યાં ઉભેલા ASIએ પણ કશું કર્યું નહિ. અમે પોલીસને ટારગેટ કરીએ છીએ તેવું નથી, આ સામસામેની આ ક્રોસ ફરિયાદ છે. જેમાં પોલીસ કર્મચારીઓને પણ એરેસ્ટ નથી કરાયા. વધુમાં તેમાં કહેવામાં આવ્યું હતું કે, અરજદાર એક એડવોકેટ અને સામાજિક કાર્યકર છે તેથી તેની સામેની  ફરિયાદ રદ્દ કરવામાં આવે.


 

    follow whatsapp