Surat News: મહિલા PSI અને પુત્ર પોલીસ ચોકીમાં જ લાંચ લેતા ACBની ટ્રેપમાં ઝડપાયા

Surat PSI Bribe Case: સુરતમાં લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા મહિલા PSI અને તેમનો પુત્ર ACBના સકંજામાં રૂ.8 હજારની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા. યુવક સામે થયેલી અરજીમાં અટકાયતની કાર્યવાહી ન કરવા માટે મહિલા PSI દ્વારા રૂ.10,000ની લાંચની માગણી કરવામાં આવી હતી.

Surat News

Surat News

follow google news

Surat PSI Bribe Case: સુરતમાં લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા મહિલા PSI અને તેમનો પુત્ર ACBના સકંજામાં રૂ.8 હજારની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા. યુવક સામે થયેલી અરજીમાં અટકાયતની કાર્યવાહી ન કરવા માટે મહિલા PSI દ્વારા રૂ.10,000ની લાંચની માગણી કરવામાં આવી હતી અને બાદમાં 8000 રૂપિયા લેવા માટે તૈયાર થયા હતા. જોકે લાંચના પૈસા સ્વીકારતા જ ACBએ તેમને તથા પુત્રને ઝડપી લીધા હતા.

આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગવા જતા દલિતો નારાજ! સો.મીડિયામાં મેસેજ વાઈરલ થયા

ટેકનિશિયન સામે અરજી ન કરવા લાંચ માગી

વિગતો મુજબ, સુરતમાં એક વેપારીના ત્યાં નોકરી કરતા ટેકનિશિન સામે લાલગેટ પોલીસચોકીમાં અરજી કરવામાં આવી હતી. અરજીની તપાસ કરી રહેલા મહિલા PSI મંજુલાબેન પારગીએ ટેકનિશિયનની અટકાયત ન કરવા માટે તેની પાસેથી રૂ.10,000ની માંગણી કરી હતી. જોકે વાતચીત બાદ તેઓ લાંચમાં 8000 લેવા તૈયાર થયા હતા. 

આ પણ વાંચો: 'સમાજનું હિત એ જ મારું હિત', પરસોત્તમ રુપાલાના વિરોધમાં રાજ શેખાવતનું ભાજપમાંથી રાજીનામું

પોલીસચોકીમાં લાંચ લેતા પકડાયા

જોકે ટેકનિશિયનને લાંચ ન આપવી હોવાથી વેપારીને જાણ કરી હતી, જેમણે સુરત ACBને ફરિયાદ કરી હતી. જે બાદ સુરત ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને લાલગેટ પોલીસ ચોકીમાં જ મહિલા PSI વેપારી સાથે લાંચ અંગે વાત કરી રહ્યા હતા. ત્યારે ત્યાં હાજર તેમના પુત્ર અશ્વિને 8000ની લાંચ આપવા માટે કહ્યું હતું. જે પૈસા આપતા જ ACBની ટીમ ત્રાટકી હતી અને મહિલા PSI અને તેમના પુત્રને રંગેહાથ ઝડપી લીધા હતા. નોંધનીય છે કે મહિલા PSIનો મહિને 70,000 પગાર હતો. છતાં પૈસાની લાલચે લાંચ માગતા ફસાયા હતા.

    follow whatsapp