Surat News: સુરતના હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં મહિલાની હત્યા કરી નાખવામાં આવી છે. લીંબાયત વિસ્તારમાં આધેડ મહિલાની તેના જ 68 વર્ષના પ્રેમીએ ધાતકી હત્યા કરી નાખી હતી. મૃતક મહિલાને આરોપી સાથે 20 વર્ષથી પ્રેમ સંબંધ હતો. મહિલાએ 50 હજાર રૂપિયાની માંગણી કરતા ગુસ્સામાં પ્રેમીએ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: લો બોલો..! હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી ચોર એમ્બ્યુલન્સ જ ઉઠાવી ગયો, પછી જે થયું તે જાણીને ચોંકી જશો
મેદાનમાંથી મહિલાની લાશ મળી આવી હતી
વિગતો મુજબ, સુરતના લિંબાયત વિસ્તારમાં 3 દિવસ પહેલા નીલગીરી ગ્રાઉન્ડ પર એક મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી હતી. અજાણી લાશ હોવાથી પોલીસ પણ મહિલાની ઓળખ કરવા અંગે અવઢવમાં હતી. હત્યારાને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ, સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. ત્યારે સીસીટીવી ફૂટેજની તપાસમાં મહિલાના પ્રેમીનો જ હાથ હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો: Ahmedabad માં પોલીસે માંગી 10 લાખની લાંચ, પોલીસ સ્ટેશનમાં જ પૈસા લેતા ASI અને કોન્સ્ટેબલ પકડાયા
મહિલા સાથે વૃદ્ધને હતા પ્રેમ સંબંધ
ભારે જહેમત બાદ સુરત પોલીસની ટીમે મહિલાના હત્યાના આરોપમાં 5 સંતાનોના પિતા અને 68 વર્ષના ટ્રેક્ટર ડ્રાઈવર ગોરખ મહાલેની મહારાષ્ટ્રના ધુલિયામાંથી ધરપકડ કરી હતી. આરોપીને પકડીને પૂછપરછ કરતા તેણે હીરબાઈ નાટેકર સાથે 20 વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું જણાવ્યું હતું અને છેલ્લા કેટલાક સમયથી હીરબાઈ તેની પાસે પૈસાની માગણી કરતી હતી અને પૈસા ન આપતા દબાણ કરી રહી હતી.
આ પણ વાંચો: Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં ખાબકશે કમોસમી વરસાદ, અંબાલાલ અને પરેશ ગોસ્વામીની આગાહી
પથ્થરના ઘા મારીને હત્યા કરી
આથી ગોરખ મહાલેએ 21 ફેબ્રુઆરીએ પૈસા લેવાના બહાને નીલગીરી ગ્રાઉન્ડમાં બોલાવી હતી અને જ્યાં બંને વચ્ચે ઝઘડો થયા બાદ માથામાં પથ્થરના ઘા મારીને હીરબાઈની હત્યા કરી નાખી હતી અને બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આરોપીએ હત્યાની કબૂલાત કરતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT