Surat News: સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા એક મજૂર પરિવારની દીકરી માતા-પિતા પાસેથી પૈસા લઈને ફુગ્ગા લેવા ગઈ હતી. આ દરમિયાન ત્યાં રહેતો બીજો એક મજૂર દીકરીને વડાં પાવ અપાવવાના બહાને દુકાને લઇ ગયો હતો અને વડાંપાવ અપાવી નજીકની ઝાળીઓમાં લઈ ગયો હતો. મજૂરે બળાત્કારના ઇરાદે બાળકીના કપડા કાઢી નાખ્યા હતા. જોકે સદનસીબે એ સમયે એક માણસ ત્યાં પહોંચી જતા દીકરીની આબરૂ જતા બચી ગઈ હતી. પોલીસે આ મામલે બળાત્કારની કોશિશ કરનાર આરોપી મજૂરની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
ફુગ્ગો લેવા ઘરેથી નીકળી હતી બાળકી
વિગતો મુજબ, સુરત શહેરની સરથાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ નામ મિથલેશ શાહુ છે. 23 વર્ષનો મિથલેશ શાહુ સરથાણા વિસ્તારમાં આવેલ મારુતિ નગરમાં લૂમ્સના કારખાનામાં નોકરી કરે છે. તેની બાજુમાં જ એક મજૂરનો પરિવાર રહેતો હતો, જેની 5 વર્ષની બાળકી ફુગ્ગો લેવા માટે બહાર નીકળી હતી. જેને રસ્તામાં મિથલેશે વડાપાંઉ અપાવવાનું કહીને પોતાની સાથે ગઈ ગયો હતો. અહીંથી તેને વડાપાંઉ અપાવી પાછા આવતા બાળકીની લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.
જાણીતો વ્યક્તિ આવી જતા લાજ બચી ગઈ
આરોપી 5 વર્ષની દીકરીને લઈને નજીકમાં આવેલા ઝાડી-ઝાંખરામાં લઈ ગયો હતો અને અહીં તેના પર દુષ્કર્મ આચરવાના ઈરાદાથી તેના કપડા ઉતારી નાખ્યા હતા. જોકે સંજોગથી એ સમયે દીકરીને ઓળખતો એક વ્યક્તિ ત્યાં પહોંચી ગયો હતો. જેણે મિથલેશ કુમાર શાહુના ગંદા ઇરાદા સફળ થવા દીધા ન હતા. સમગ્ર મામલે સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને ડીસીપી ભક્તિ ઠાકરે આ સમગ્ર મામલે મીડિયા અને માહિતી આપી હતી.
(સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT