Surat: બાલ્કનીમાં એકલું રમતું બાળક રેલિંગ વચ્ચેથી સરક્યું, આંખના પલકારામાં 7મા માળેથી નીચે પડતા મોત

Gujarat Tak

12 Jun 2024 (अपडेटेड: Jun 12 2024 6:11 PM)

Surat News: સુરતમાં બાળકને એકલું રમતું છોડી દેનારા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના પાલ વિસ્તારમાં બે વર્ષના માસુમ બાળકનું 7મા માળની બાલ્કનીમાંથી નીચે પટકાતા મોત નિપજ્યું હતું. ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

Surat News

Surat News

follow google news

Surat News: સુરતમાં બાળકને એકલું રમતું છોડી દેનારા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના પાલ વિસ્તારમાં બે વર્ષના માસુમ બાળકનું 7મા માળની બાલ્કનીમાંથી નીચે પટકાતા મોત નિપજ્યું હતું. ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 

બાલ્કનીમાં રમતું બાળક નીચે પડ્યું

વિગતો મુજબ, મૂળ ગીર સોમનાથના વતની અને હાલમાં વરાછા રોડ ખાતે રહેતા નવનીત કલસરિયા હીરા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની અને પુત્ર ભવ્ય હતો. નવનીતના પત્ની ઘરકામ કરે છે અને દીકરાને પણ પોતાની સાથે લઈ જતા. ઘટનાના દિવસે શ્રીપદ સેલિબ્રેશન્સ બિલ્ડિંગમાં માતા ઘર કામ કરતા હતા અને પુત્ર બાલ્કનીમાં એકલો રમતો હતો. જોકે અચાનક 2 વર્ષનો ભવ્ય રેલિંગ પકડીને પગ બહાર કાઢે છે અને જોત જોતામાં તે રેલિંગથી નીચે સરકીને લટકી જાય છે.

સીસીટીવીમાં કેદ થઈ સમગ્ર ઘટના

જોકે થોડીવારમાં રેલિંગથી તેના બંને હાથ છૂટી જતા તે 7મા માળેથી નીચે પટકાય છે. ભવ્ય નીચે પડી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, આથી તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સિવિલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના બાલ્કનીમાંથી પડી જવાની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી. જે માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો છે. 

 

    follow whatsapp