Surat News: વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની ઉત્તરવહી ચકાસતા પ્રોફેસર ચોંકી ઉઠ્યા હતા. એક વિદ્યાર્થીએ પાસ થવા માટે પોતાની ઉત્તરવહીમાં રૂ.500ની ચલણી નોટ મૂકી હતી. જે બાદ આ વિદ્યાર્થીને યુનિવર્સિટીના નવા નિયમ મુજબ રૂ.2500ની પેનલ્ટી કરવામાં આવી છે. આ સાથે જ 6 મહિના સુધી વિદ્યાર્થી પૂરક કે ઓન ડિમાન્ડ પરીક્ષા પણ નહીં આપી શકે.
ADVERTISEMENT
આ પણ વાંચો: Surat: 'જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો', VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ઉત્તરવહીમાં વિદ્યાર્થીઓ રૂ.500ની નોટ મૂકી
વીર નર્મદ યુનિવર્સિટીમાં પરીક્ષાની ઉત્તરવહી તપાસતા સમયે એક ઉત્તરવહીમાંથી રૂ.500ની નોટ મળી આવી હતી. જે બાદ આ વિદ્યાર્થીનું હિયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેણે 3 વખત પરીક્ષા આપી હતી, પરંતુ તે બધી વખત ફેલ થયો હતો. આથી હવે સર તેને પાસ કરી દેશે માનીને ઉત્તરવહીમાં રૂ.500ની નોટ મૂકી હતી. જે બાદ યુનિવર્સિટીએ તેને રૂ.2500નો દંડ અને 6 મહિના સુધી પરીક્ષા નહીં આપી શકે તેવી સજા કરી હતી.
આ પણ વાંચો: SSC CHSL 2024: 12 પાસ માટે કેબિનેટ સચિવાલયમાં ભરતી, પગાર પણ શાનદાર; જુઓ SSC પરીક્ષા કેલેન્ડર
130 વિદ્યાર્થીઓને ચોરી બદલ સજા કરાઈ
આ ઉપરાંત પરીક્ષામાં ગેરરીતિ કરતા 130 વિદ્યાર્થીઓનું હિટરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા વિદ્યાર્થીઓ કાપલી સાથે પકડાયા હતા. જે બાદ આ તમામ વિદ્યાર્થીઓને પણ યુનિવર્સિટીના નવા નિયમ મુજબ રૂ.500નો દંડ અને 3 મહિના સુધી પરીક્ષા નહીં આપી શકે તેવી સજા કરવામાં આવી હતી.
ADVERTISEMENT