રાજકોટ-સુરત અગ્નિકાંડના મૃતકોના પરિજનો 'ન્યાય યાત્રા'માં નહીં જોડાય, હવે કોંગ્રેસ કોના માટે ન્યાય માંગશે?

Congress Nyay Yatra: કોંગ્રેસ દ્વારા આજે મોરબીતી ન્યાય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં બનેલી દુર્ઘટનાઓમાં મૃતકોના પરિજનોને ન્યાય અપાવવાના ઉદ્દેશ્ય સાથે આ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. જેમાં કોંગ્રેસના ઘણા નેતાઓ જોડાયા છે.

Congress

Congress

follow google news

Congress Nyay Yatra: કોંગ્રેસ દ્વારા આજે મોરબીતી ન્યાય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં બનેલી દુર્ઘટનાઓમાં મૃતકોના પરિજનોને ન્યાય અપાવવાના ઉદ્દેશ્ય સાથે આ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. જેમાં કોંગ્રેસના ઘણા નેતાઓ જોડાયા છે. જોકે કોંગ્રેસની આ ન્યાય યાત્રાને સુરતમાંથી મોટો ઝટકો લાગ્યો છે. તક્ષશિલા અગ્નિકાંડમાં મૃતકોના પીડિતોને ન્યાયયાત્રામાં આમંત્રણ અપાયું હતું, પરંતુ વાલીઓએ આ ન્યાયયાત્રામાં ન જોડાવાનો નિર્ણય લીધો છે.

5 વર્ષ પહેલા ઘટના બની, ત્યાં સુધી રાહુલ ગાંધી ન દેખાયા

આ અંગે પીડિત પરિવારોએ કહ્યું છે કે, 5 વર્ષ પહેલા આ ઘટના બની હતી, ત્યાં સુધી રાહુલ ગાંધી દેખાયા નહીં, હવે આ મુદ્દો રાજકીય થવા દેવો નથી. આટલા વર્ષોમાં અમે રાજકારણને આ કેસમાં ઘુસવા દીધું નથી. માટે આ મુદ્દે રાજકીય લાભ ખાંટવા ઈચ્છે તો તે અમને સ્વીકાર્ય નથી. કોર્ટ કેસમાં સપોર્ટ કરવો હોય તો કરી શકે છે, પરંતુ અમે રાજકીય રીતે જોડાવા ઈચ્છતા નથી. 

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેટમાં 5 વર્ષ પહેલા બનેલી આગની દુર્ઘટનામાં 22 માસુમોએ જીવ ગુમાવ્યો હતો. ઘટનામાં 14 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ છે. જોકે તમામ આરોપીઓ હાલ જેલની બહાર છે. મૃતકોના પરિજનો ન્યાય માટે લડત આપી રહ્યા છે અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની અરજી પણ હાઈકોર્ટમાં કરાઈ હતી, જેને મંજૂર નહોતી કરાઈ.

રાજકોટથી પણ કોંગ્રેસને લાગ્યો ઝટકો

કોંગ્રેસની ન્યાય યાત્રાને આંચકો, તક્ષશિલાની ઘટનામાં મૃતકોના પરિવારજનો બાદ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનામાં મૃતકના 27માંથી 15થી 17ના પરિવારો કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાયા ન હોવાનું નિવેદન આપ્યું હતું. પરિવારજનોએ જણાવ્યું હતું કે, ન્યાય યાત્રાથી કોઈ ન્યાય નહીં મળે, ન્યાય કોર્ટ આપશે, અમે આ ઘટનામાં રાજકારણ થવા દેવા માંગતા નથી. સરકારે અમારી તમામ માંગણીઓ સ્વીકારી છે, અમારા માટે ન તો તિરંગા યાત્રા કે ન્યાય યાત્રા જરૂરી છે, અમને ન્યાય જોઈએ છે જે અમને સરકારની તપાસમાં વિશ્વાસ છે. ખાસ છે કે, કોંગ્રેસની ન્યાય યાત્રા રવિવારે રાજકોટ પહોંચવા જઈ રહી છે.

    follow whatsapp