કેજરીવાલની ધરપકડનો રાજકોટ-સુરતમાં ભારે વિરોધ, AAP-કોંગ્રેસના કાર્યકરોનું પોલીસ સાથે ઉગ્ર ઘર્ષણ

Delhi CM Kejriwal Arrested: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લિકર કૌભાંડ મામલે ED દ્વારા ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં આજે રાજકોટથી લઈને સુરત સુધી AAP અને INDIA અલાયન્સમાં જોડાયા બાદ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ રસ્તા પર ઉતર્યા હતા.

AAP Protest

AAP Protest

follow google news

Delhi CM Kejriwal Arrested: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લિકર કૌભાંડ મામલે ED દ્વારા ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં આજે રાજકોટથી લઈને સુરત સુધી AAP અને INDIA અલાયન્સમાં જોડાયા બાદ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ રસ્તા પર ઉતર્યા હતા. મોટી સંખ્યામાં AAP-કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરવા પહોંચતા પોલીસ સાથે તેમનું ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે તમામની અટકાયત કરી હતી.

રાજકોટમાં MLA હેમંત ખવા-રેશ્મા પટેલની અટકાયત

અરવિંદ કેજરીવાલની ધરપકડનો રાજકોટમાં જોરદાર વિરોધ કરાયો હતો. શહેરના કિસાનપરા ચોક ખાતે મોટી સંખ્યામાં AAPના કાર્યકર્તાઓ વિરોધ કરવા પહોંચ્યા હતા. MLA હેમંત ખવા, રેશમા પટેલ કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા. જોકે વિરોધ પ્રદર્શન દરમિયાન AAPના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. ધારાસભ્ય હેમંત ખવા, રેશમા પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.

સુરતમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ડિટેઈન

તો બીજી તરફ સુરતમાં પણ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં કોંગ્રેસ અને AAPના કાર્યકરોએ વિરોધ કરવા ઉતર્યા હતા. શહેરના માનગઠ ચોક ખાતે કોંગ્રેસના સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી તેમના સમર્થકો અને AAP કાર્યકરો પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને તમામને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા હતા.

(ઈનપુટ: સંજયસિંહ રાઠોડ-સુરત, રોનક મજિઠિયા-રાજકોટ)
 

    follow whatsapp