સુરત: સુરતમાં બાંગ્લાદેશની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરાવીને દેહવ્યાપારમાં ધકેલવા મામલે પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. યુવતી પર સૌ પ્રથમ દુષ્કર્મ કરનાર દલાલ અને હોટલમાં તેની સાથે દુષ્કર્મ કરનાર સ્પા સંચાલકને પોલીસે ઝડપી લીધા છે. તો દેહવ્યાપાર કરાવનાર મહિલાની પણ આ સાથે પોલીસે ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT
યુવતી પર અમદાવાદ-ગાંધીનગરમાં દુષ્કર્મ આચર્યું
બાંગ્લાદેશી યુવતી પર અમદાવાદ અને ગાંધીનગરમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જોકે હદની માથાકુટ વગર કોપાદ્રા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. તેમાં પીડિતાનું સ્મીમેર હોસ્પિટલમાં પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું. સાથે યુવતીને દેહવ્યાપાર માટે સુરત લાવનાર અડાજણની મહિલા દલાલ સોનિયાની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીની ઉંમર 16 વર્ષ પણ ન હોવાનું સામે આવ્યું હતું, જે બાદ આરોપીઓ સામે અન્ય કલમો ઉમેરવામાં આવી હતી.
પ્રેમજાળમાં ફસાવી બાંગ્લાદેશથી યુવતીને ગુજરાત લાવ્યા
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, દલાલ જમાલ અમદાવાદ રેલવે સ્ટેશને યુવતીને લેવા આવ્યો અને દુષ્કર્મ આચરીને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેતો. જમાલે તેને ગાંધીનગરની હોટલમાં રાખી જ્યાં સ્પા સંચાલકે પણ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જમાલ પોતે મૂળ બાંગ્લાદેશનો હોવાનું સામે આવ્યું છે અને તે છેલ્લા સાડા ત્રણ વર્ષથી અમદાવાદમાં રહેતો હતો. જમાલે આ જ મહિનામાં 3 છોકરીઓ સપ્લાય કરી હોવાની માહિતી પણ પોલીસને મળી છે. ત્યારે સમગ્ર મામલે એક મહિલા સહિત 3 લોકોની પોલીસે ધરપકડ કરી છે.
ADVERTISEMENT