સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં નવો વળાંક, પોલીસે કોલેજના પ્રિન્સિપાલ અને પ્રોફેસરની કરી ધરપકડ

સુરત: સુરતના પલસાણા ખાતે બલેશ્વર ગામમાં આવેલી શ્રીમતી આર.એમ. ભદરકા નર્સિંગ કોલેજમાં યુવતીએ રહસ્યમય રીતે આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે યુવતીના મોતને લઈને વિવિધ…

gujarattak
follow google news

સુરત: સુરતના પલસાણા ખાતે બલેશ્વર ગામમાં આવેલી શ્રીમતી આર.એમ. ભદરકા નર્સિંગ કોલેજમાં યુવતીએ રહસ્યમય રીતે આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે યુવતીના મોતને લઈને વિવિધ સવાલો પરિવારજનોએ કર્યા હતા. ત્યારે આ મામલે પલસાણા પોલીસે કોલેજના પ્રોફેસર અને પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સાથે જ બંનેની ધરપકડ પણ કરવામાં આવી છે.

નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીએ પાંચમા માળેથી કૂદીને કર્યો આપઘાત
સુરત ગ્રામ્ય વિસ્તારના પલસાણા ખાતે મલેશ્વર ગામમાં આવેલી શ્રીમતી આર.એમ. ભદારકા નર્સિંગ કોલેજમાં 20 વર્ષિય સોનલ બીજા વર્ષમાં નર્સિંગમાં અભ્યાસ કરતી હતી. જે કોલેજના હોસ્ટેલના પાંચમાં માળેથી આપઘાત કરી લીધો હતો. જે બાદ યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં પહોંચીને હોબાળો કર્યો હતો. જે બાદ પોલીસે તપાસ આદરીને કોલેજના આચાર્ય અને પ્રોફેસર સામે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને બંનેને ઝડપી લીધા હતા.

પરિવારજનોએ આચાર્ય અને પ્રોફેસર પર કર્યા હતા આક્ષેપ
વિદ્યાર્થિનીના મોત બાદ પરિવારજોએ આક્ષેપ કર્યો હતો કે આચાર્ય અને પ્રોફેસર દ્વારા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. મૃતક વિદ્યાર્થિની સોનલ પર ચોરીનો આરોપ મૂકીને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હતી. આથી માનસિક ત્રાસથી કંટાળીને વિદ્યાર્થિની આપઘાત કરવા મજબૂર બની હતી. ઘટનાને લઈને પોલીસે આત્મહત્યાના દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો અને આચાર્ય તથા પ્રોફેસર સામે ગુનો નોંધીને તેમની ધપરકડ કરી હતી.

    follow whatsapp