મોડલ તાન્યા સિંહ અને ક્રિકેટર અભિષેક શર્માનું 1 વર્ષ પહેલા થયું હતું બ્રેકઅપ, સ્નેપચેટથી ખુલશે રહસ્ય?

Surat Model Taniya Singh Death Case: તાનિયાના મોબાઈલની પોલીસ તપાસ કરી રહી છે અને તેના ફોનના IDPR પણ મગાવવામાં આવ્યા છે અને બેંક ડિટેલની પણ તપાસ ચાલી રહી છે.

તાનિયા સિંહ અને અભિષેક શર્મા

તાનિયા સિંહ અને અભિષેક શર્મા

follow google news

Surat Model Taniya Singh Death Case: સુરતની મોડલ તાનિયા સિંહના આપઘાત કેસમાં પોલીસ તપાસ કરી રહી છે. તાનિયા સિંહે આપઘાત શા માટે કર્યો તે અંગેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. તાનિયાના મોબાઈલની પોલીસ તપાસ કરી રહી છે અને તેના ફોનના IDPR પણ મગાવવામાં આવ્યા છે અને બેંક ડિટેલની પણ તપાસ ચાલી રહી છે. આ વચ્ચે ક્રિકેટર અભિષેક શર્માનું પણ નિવેદન સામે આવ્યું છે.

1 વર્ષ પહેલા થયું હતું બ્રેકઅપ

IPLના સ્ટાર ક્રિકેટર અભિષેક શર્માના સુરતની મોડલ તાનિયા સિંહ સાથેની તસવીરો સામે આવી હતી. જે બાદ બંને વચ્ચે શું સંબંધ હતો તેની પોલીસે તપાસ કરી હતી. એવામાં અભિષેક શર્માએ પોલીસને નિવેદન આપ્યું હતું કે, તેનું 1 વર્ષ પહેલા બ્રેકઅપ થયું હતું. બીજી તરફ તાન્યાના ફોનમાંથી પોલીસને કોઈ માહિતી મળી નથી. તાનિયા અને ક્રિકેટર અભિષેક શર્મા સ્નેપ ચેટ પર વાત કરતા હોવાનું પણ સામે આવ્યું છે. બ્રેકઅપ બાદ તાન્યા સતત અભિષેકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતી હતી. તાનિયાની ફ્રેન્ડ પણ બંને વચ્ચે પેચઅપ થઈ જાય તે માટે પ્રયાસ કરતી હતી. સૂત્ર મુજબ અન્ય એક મોડલના કારણે બ્રેકઅપ થયું હતું.

આ પણ વાંચો: 'MI-GT મેચ દરમિયાન અમદાવાદના લોકોએ હાર્દિક પંડ્યાને ટ્રોલ કરવો જોઈએ', દિગ્ગજ ક્રિકેટરનું મોટું નિવેદન

રૂમમાંથી મળી હતી તાનિયાની લાશ

આ કેસમાં પોલીસે અત્યારે સુધીમાં 25 જેટલા લોકોના નિવેદનો લીધા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આપઘાત પહેલા તાનિયાએ લંડનમાં રહેતી પોતાની મિત્ર સાથે વાત કરી હતી. જેમાં તેણે રડતા રડતા પોતે ફેમિલી પ્રેશરમાં હોવાથી કંટાળી ગઈ હોવાનું જણાવ્યું હતું. તાનિયા સિંહની આ બાદ બીજા દિવસે સવારે રૂમમાંથી લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. આ દરમિયાન તેના કાનમાં ઈયરફોન લાગેલા હતા. ત્યારે હવે જોવાનું રહેશે કે તાનિયાના મોતનું રહસ્ય મોબાઈલ ફોન કે સ્નેપચેટ ખોલશે કે કેમ?

આ પણ વાંચો: Akash deep Profile: 6 મહિનામાં પિતા અને ભાઈ ગુમાવ્યા, ડેબ્યૂ મેચમાં અંગ્રેજોને હંફાવનાર આકાશદીપનો સંઘર્ષ ભાવુક કરી દેશે

સુરતના હેપ્પીહોમ્સમાં રહેતી હતી તાનિયા સિંહ

સુરત શહેરના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હેપ્પીહોમ્સ પ્રોજેક્ટના હેપ્પી એલિગન્સ નામના રહેણાંક મકાનમાં અનેક ટાવર બનાવવામાં આવ્યા છે. મોડલ તાન્યા સિંહ તેના માતા-પિતા સાથે તે જ રહેણાંક વિસ્તારમાં બી-1 ટાવરના ફ્લેટ નંબર 702માં રહેતી હતી. મોડલ તાન્યા સિંહ ફ્લેટ નંબર 702માં તેણે 19 ફેબ્રુઆરીની રાત્રે પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. પ્રોફેશનલ મોડલ તાન્યા સિંઘની આત્મહત્યાનું રહસ્ય સુરત પોલીસ હજુ સુધી ઉકેલી શકી નથી કે મોડલે શા માટે આપઘાત કર્યો તેના કોઈ નક્કર પુરાવા પણ મળ્યા નથી.  પોલીસે આત્મહત્યા કરનાર મોડલ તાન્યા સિંહનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે અને CDR રિપોર્ટ મેળવ્યો છે અને હવે ICDR રિપોર્ટની રાહ જોઈ રહી છે.

    follow whatsapp