Surat News: ટેક્નોલોજી આમ તો માણસના જીવનમાં વરદાનરૂપ જ હોય છે પરંતુ ક્યારેક ટેક્નોલોજીના દુરુપયોગ અથવા વધારે પડતા ઉપયોગથી તે શાપ રૂપી સાબિત થાય છે. તો એવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજ્યના સુરત શહેરમાં જોવા મળ્યો. જેમાં મોબાઈલની લતમાં યુવતીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.
ADVERTISEMENT
20 વર્ષીય દીકરીનો ટેક્નોલોજીએ લીધો જીવ
મોબાઇલ ફોનની કુટેવ ધરાવતી 20 વર્ષીય વિશાખા રાણા નામની યુવતીએ ટેક્નોલોજીના અતિ ઉપયોગથી આપઘાત જેવડું પડેલું ભરી લીધું. યુવતીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ બની ગયો છે. આ યુવતી છેલ્લા બે મહિનાથી ડિપ્રેશનમાં રહેતી હતી. તે પરિવારને જણાવતી હતી કે, મને ગૂગલ દેખાય છે, ગૂગલ ખાવાનું ના પાડે છે, ગુગલ કહે છે મરી જા. જો એને મંદિર લઇ જાય તો ત્યાં પણ મોબાઈલ દેખાતો હોવાનું કહેતી હતી. આખરે માનસિક રીતે અસ્વસ્થ થયેલી આ યુવતીએ આપઘાત કરી લીધો. યુવતીની માનસિક સારવાર પણ ચાલતી હતી. તે ગુગલમાં જોઇને ફેસની કસરત પણ કરતી હતી જેના કારણે તેનો ફેસ હલવા લાગ્યો હતો. ત્યારબાદ તેને પાસે પણ લઇ જવામાં આવી હતી.
'મોબાઈલ બહુ જોતી હતી...'
આ અંગે મૃતક યુવતીના ભાઈએ મીડિયા સાથે વાતચિત કરી હતી. તેમને જણાવ્યું કે, તે ગુગલ જોઇને મોંની કસરત કરતી હતી. જેથી એનો ફેસ હલવા લાગ્યુ હતુ એટલે અમે તેને ડોક્ટર પાસે લઇ ગયા અને તેની દવા ચાલુ કરાઇ હતી. 15 દિવસ દવા કરીને ડોક્ટરે કહ્યુ કે, તેને ફેસ બરાબર જ છે. બાદ બહેનને અમે માનસિક ડોક્ટર પાસે લઇ ગયા હતા. બે મહિના અમે માનસિક ડોક્ટરની દવા કરી. ડોક્ટરે કહ્યુ હતુ કે, બધુ બરાબર થઇ જશે. પણ એ મોબાઇલ બહું જોતી હતી. જોકે, અમે મહિનાથી અમે તેને મોબાઇલ આપવાનું પણ બંધ કરી દીધો હતો.’
ADVERTISEMENT