સુરત: સુરતના એડવોકેટ મેહુલ બોઘરા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ઘણીવાર ટ્રાફિક પોલીસની ખોટી હેરાનગતિને બહાર લાવનારા મેહુલ બોઘરાએ આ વખતે કાયદાનું પાલન ન કરનારા પોલીસકર્મીને પાઠ ભણાવ્યો છે અને નિયમ મુજબ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ભરાવ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
હકીકતમાં મેહુલ બોઘરાએ રસ્તા પર કાચ પર કાળી ફિલ્મ લગાવેલી એક સ્વિફ્ટ કારને રોકી હતી. કારમાં પોલીસની પ્લેટ હતી. પૂછવા પર ચાલકે પોતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હોવાનું અને પોતાનું નામ વિનોદભાઈ જણાવ્યું હતું. કારના કાચ પર કાળી ફિલ્મ હોવાથી તેમને દંડ ભરવા માટે ટ્રાફિક પોલીસને બોલાવ્યા. બાદમાં મેહુલ બોઘરાના કહેવા પર પોલીસે તપાસ કરતા ચાલક પાસેથી ડ્રાઈવિંગ લાઈસન્સ, કારના ડોક્યુમેન્ટ કે ઈન્સ્યોરન્સ પણ ન હોવાનું સામે આવ્યું હતું.
એક સાથે આટલા બધા નિયમોના ઉલ્લંઘન બદલ મેહુલ બોઘરાએ પોલીસને સ્થળ પર જ દંડ ભરાવ્યો હતો. તેમણે PIને પણ આ અંગે જાણ કરી હતી અને પોલીસકર્મી પાસે 3000 રૂપિયાનો મેમો અપાયો હતો. સાથે PIએ સ્થળ પર જ કારમાંથી કાલી ફિલ્મ હટાવડાવી નાખી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો હાલમાં સામે આવ્યો છે.
ADVERTISEMENT