Surat News: સુરતમાં હચમચાવી નાખે એવી ઘટના બની છે. જેમાં માતાએ પહેલા બે બાળકોને ઝેર પીવડાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. હાલ માતા અને બાળકો સારવાર હેઠળ છે. હજુ સુધી સામૂહિક આપઘાતના પ્રયાસ પાછળનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. જોકે, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
મહિલાએ બાળકોને ઝેર પીવડાવ્યું
મળતી માહિતી અનુસાર, સુરતના પાલી ગામમાં રહેતી અન્નુ નામની મહિલાએ બે બાળકોને દૂધમાં ઝેર પીવડાવીને પોતે પણ ઝેર ગટગટાવ્યું હતું.જે બાદ માતા અને બંને બાળકોને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ દોડી આવી હતી.
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ મહિલાના બીજા લગ્ન થયા છે અને આ બાળકો પહેલા પતિના છે. ઘણાં સમયથી બીજો પતિ પણ તેનાથી અલગ રહે છે. હાલ પોલીસે આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ હાથ ધરી છે. હજુ સુધી સામૂહિક આપઘાતના પ્રયાસ પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT