Surat News: રાજ્યમાં બહારના ફૂડમાંથી જીવાતો નીકળવાની ઘટના સતત સામે આવી રહી છે. તાજેતરમાં જામનગર બાદ હવે સુરતના કામરેજમાં પિઝા શોમાં ગ્રાહકને આપવામાં આવેલા પિઝામાંથી વંદો નીકળવાનો બનાવ બન્યો છે. જે બાદ ગ્રાહકનો બાટલો ફાટ્યો હતો અને તેણે વીડિયો બનાવીને વાઈરલ કરી દીધો હતો.
ADVERTISEMENT
કામરેજમાં લા પિનોઝના પિઝામાં વંદો નીકળ્યો
સુરતના કામરેજમાં આવેલા લા પિનોઝ પિઝા બ્રાન્ડના સ્ટોરમાં એક ગ્રાહક ગયો હતો. અહીં તેણે પિઝા ઓર્ડર કર્યા હતા. જોકે જ્યારે તેનો ઓર્ડર આવ્યો ત્યારે પિઝામાં મરેલો વંદો હતો. જે બાદ ગ્રાહકે સ્ટોરમાં ભારે હોબાળો કરી મૂક્યો હતો અને વીડિયો ઉતારીને વાઈરલ કરી દીધો હતો. વીડિયોમાં ગ્રાહક સ્ટોરના મેનેજર અને સ્ટાફને ખખડાવતા દેખાય છે અને સવાલ કરી રહ્યો છે.
નોંધનીય છે કે, આ પહેલા જામનગરમાં પણ યુ.એસ પીઝામાંથી વંદો નીકળ્યો હતો. જે બાદ પીઝા શોપને 5 દિવસ માટે સીલ મારી દેવામાં આવી હતી. તો અમદાવાદમાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવી ચૂક્યો છે.
ADVERTISEMENT