સંજયસિંહ રાઠોડ.સુરતઃ હાલમાં જ બિપોરજોય વાવાઝોડા દરમિયાન તંત્રએ તાત્કાલીક ધોરણે કામગીરી હાથ ધરીને ઘણા લોકોના જીવ બચાવ્યા હતા. જ્યારે વરસાદને લઈને પણ આવી જ આગાહી હોવા છતા તંત્રની કામગીરીમાં પોલમ પોલ દેખાઈ રહી છે. સુરતમાં બ્રિજ બેસી જવાથી લઈને બિલ્ડરોના પાપે ગરીબોના ઝુંપડા પાણી પાણી થઈ ગયા છે. ઘણા ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરના મોભીને કેટલું નુકસાન સહન કરવાનું થશે તેને લઈને તો કોઈ અંદાજ જ નથી. ત્યારે વધુ એક વખત તંત્ર વરસાદની સિઝનમાં ફેઈલ થઈ ગયેલું નજરે પડી રહ્યું છે.
ADVERTISEMENT
જૂનાગઢઃ ડેમનું પાણી છોડાતા ગામે ગામો ડૂબ્યા, 15 સેકંડમાં ઘર પાણીમાં થયું ગરકાવ- Video
મિન્ડોલા નદીના પાણી લોકોના ઘરમાં
સુરતના બારડોલી ખાતે તલાવડી વિસ્તારમાંથી પસાર થતી મિન્ડોલા નદીના પાણીએ લોકોના ઘરો ડૂબાડી દીધા છે. ઘરો ડૂબ્યા બાદ લોકો રસ્તાના કિનારે રહેવા મજબુર બન્યા છે. ગુજરાત તકની ટીમ અહીં પહોંચી હતી અને પાણીમાં ડૂબેલા ઘરોના દ્રશ્યો કૈમેરામાં કેદ કર્યા હતા.
ADVERTISEMENT