'કોઈ મેસેજ આવે તો ખાસ ધ્યાન રાખજો...', ખુદ હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર લોકોને કરવી પડી અપીલ, જાણો કારણ

સાઈબર ફ્રોડ કરતી ગેંગે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતનું પણ ફેક ફેસબુક આઈડી બનાવ્યું છે. ત્યારે હવે આઈડીની જાણ થતા જ હર્ષ સંઘવીએ ખુદ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ યુઝર્સને અપીલ કરી છે.

હર્ષ સંઘવીના નામ પર ફેક ફેસબુક એકાઉન્ટ

Harsh Sanghavi Fake Facebook ID

follow google news

Harsh Sanghavi Fake Facebook ID: આજના ડિજિટલ યુગમાં છેતરપિંડીના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ઓનલાઈન છેતરપિંડી માટે ફેક એકાઉન્ટ પણ બનાવતા હોય છે. ત્યારે હવે સાઈબર ફ્રોડ કરતી ગેંગે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતનું પણ ફેક ફેસબુક આઈડી બનાવ્યું છે. ત્યારે હવે આઈડીની જાણ થતા જ હર્ષ સંઘવીએ ખુદ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ યુઝર્સને અપીલ કરી છે કે તેમના ફેક આઈડી પરથી કોઈ મેસેજ કે રિક્વેસ્ટ આવે તો તમે તેની સાથે કોઈ સંપર્ક કરતા નહીં. 

હર્ષ સંઘવી અને અનુપમ ગેહલોતના નામ પર નકલી ફેસબુક એકાઉન્ટ

હર્ષ સંઘવીએ કરવી પડી અપીલ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું છે કે, મારા નામથી ફેસબુક પર કોઈએ ફેક આઈડી બનાવ્યું છે. જો તમને કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ કે મેસેજ આવે તો તમે તેની સાથે કોઈ સંપર્ક કરતા નહીં. હર્ષ સંઘવીએ લોકોને આ આઈડી રિપોર્ટ કરવા માટે પણ કહ્યું છે. એટલે કે સાઇબર છેતરપિંડી કરતા લોકો અન્યના નામે ફેક આઈડી બનાવી તેનો ઉપયોગ કરતા હોય છે. એટલે જો તમને પણ આવા કોઈ મેસેજ કે રિક્વેસ્ટ આવે તો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

    follow whatsapp